મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરીને જણાવ્યું હતું કે, મોરબી જીલ્લામાં વિકાસની દ્રષ્ટિએ સૌથી વધુ પછાત રહેલા માળીયા (મી.) તાલુકાના માળીયા (મી.) સી.એચ.સી. કેન્દ્ર પર ડોકટરની જગ્યા ઘણા સમયથી ખાલી છે. હાલમાં કોરોનાની પરીસ્થિતીને ધ્યાને લઇ માળીયા (મી.)ના સી.એચ.સી. કેન્દ્ર પર ડોકટર જગ્યા ભરવાની માંગ કરી છે. તેમજ માળીયા (મી.) તાલુકામાં આજ દિન સુધી રેમડિસીવર ઇજેકશનનો જથ્થો ફાળવવામાં આવેલ નથી. જેથી, દર્દીઓની કફોડી હાલત થાય છે. તેમજ માળીયા (મી.) તાલુકામાં રેમડિસીવર ઇન્જેક્શનનો જથ્થો તાત્કાલીક ફાળવવાની માંગ સાથે જીલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.