Monday, December 23, 2024
HomeGujaratહળવદ તાલુકાના ગામોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમીશન લાઇનની વાંધા રજૂઆત મોકૂફ રખાઈ

હળવદ તાલુકાના ગામોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમીશન લાઇનની વાંધા રજૂઆત મોકૂફ રખાઈ

લાકડીયા અમદાવાદ ૭૬૫ કેવી ટાન્સમીશન પ્રોજેક્ટ લી. દ્વારા ટ્રાન્સમિશન લાઈન સ્થાપિત કરવા માટે ભારતીય ટેલિગ્રાફ ૧૮૮૫ તથા ભારતીય વિદ્યુત અધિનિયમ ૧૮૮૫ મુજબ ટ્રાન્સમિશન લાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે જેમાં હળવદ તાલુકાના ૧૩થી વધુ ગામના ખેડૂતોને અન્યાય થતાં ખેડૂતોએ કલેક્ટર સહિતના અધિકારીઓને વાંધા રજૂઆત કરી હતી. જે ૭૬૫ કે.વી. લાકડીયા અમદાવાદ ટ્રાન્સમીશન લાઇનની તા.૨૦/૦૯/૨૦૨૩ એ રાખેલ વાંધા રજૂઆત અનિવાર્ય કારણોસર મોકુફ રખાઈ છે.

- Advertisement -
- Advertisement -

માહિતી બ્યુરો, મોરબીનાં જણાવ્યા અનુસાર, ભારત સરકારના જાહેર સાહસ પાવર ગ્રીડ દ્વારા ૭૬૫ કે.વી. લાકડીયા અમદાવાદ ટ્રાન્સમીશન લાઇન હળવદ તાલુકાના ધુળકોટ, મયુરનગર, ચાડધ્રા, રાયસંગપર, જુના અમરાપર, નવા ઘનશ્યામગઢ, નવા અમરાપર, ઇશનપુર, વેગડવાવ, મંગળપુર ગામના ખેડુતોના ખેતરમાંથી પસાર થનાર હોઈ, ઉપરોક્ત ગામના ખાતેદારો તરફથી વાંધા રજૂઆત સાભળવા માટે હળવદ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા તા.૨૦/૦૯/૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, મામલતદાર કચેરી, હળવદ ખાતે રૂબરૂ હાજર રહેવા જણાવવામાં આવેલ પરંતુ અનિવાર્ય કારણોસર તા.૨૦/૦૯/૨૦૨૩ ની મુદત મોકુફ રાખવામાં આવેલ છે. આગામી મુદ્દતની જાણ ટૂંક સમયમાં તમામ સંબંધિત ખેડૂત ખાતેદારોને કરવામાં આવશે તેમ હળવદ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ હર્ષદિપ કે. આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!