Sunday, October 13, 2024
HomeGujaratહળવદ રેલ્વે સ્ટેશનમાં ટ્રેનોનો સ્ટોપેજ આપવા વડાપ્રધાનને ચેમ્બર ઓફ કોમર્સની રજુઆત

હળવદ રેલ્વે સ્ટેશનમાં ટ્રેનોનો સ્ટોપેજ આપવા વડાપ્રધાનને ચેમ્બર ઓફ કોમર્સની રજુઆત

શહેરના વિકાસમાં બાબતે નેતાગીરીમાં ઉત્સાહનો અભાવ હથેળીમાં ચાંદ બતાવનાર નેતાઓને વિકાસના કાર્યોમાં રસ નથી :શહેરીજનો

- Advertisement -
- Advertisement -

હળવદ પંથકમાં મીઠાના નુરભાડા દ્વારા રેલવે તંત્રને કરોડોની રકમ રળી આપે છે. છતાં પણ હળવદ રેલવે સ્ટેશન સાથે રેલવે તંત્રનું ઓરમાયું વર્તન છે હળવદ રેલવે સ્ટેશન વર્ષોથી અનેક સુવિધાઓ થી વંચિત છે.આ અંગે ગામલોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. હજુ સુધી સમસ્યાનો હલ ન થતાં મુસાફરોને ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. સ્ટેશન પર બેસવા માટેના બાંકડાઓ પણ જૂજ સંખ્યામાં હોવાથી બેસવામાં પણ મુસાફરોને તકલીફ પડે છે જ્યારે રેલવે સ્ટેશન પર ચા પાણી ની કેન્ટીન પણ ન હોવાના કારણે મુસાફરોને તકલીફ વેઠવી પડે છે. ત્યારે હળવદના રેલવે સ્ટેશન પર અનેક સ્પેશિયલ ટ્રેન અહીથી પસાર થાય છે. પરંતુ હળવદ‌ રેલ્વે સ્ટેશન એ સ્ટોપેજ ના આપતા મુસાફરોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.
હળવદ તાલુકો વિસ્તારની દ્રષ્ટિએ મોટો છે. અહીંના લોકોને પરિવહન સુવિધા સરળતાથી મળે તે માટે તમામ ટ્રેનોનો સ્ટોપેઝ આપવામાં આવે તેવી હળવદ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ધનશ્યામભાઈ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજુઆત કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવાયું છે કે અહીં સવારથી લઈને રાત સુધી ટ્રેન વ્યવહાર ચાલુ હતો. મીટરગેજ બાદ બ્રોડગેજ બન્યું અને મીઠા ઉદ્યોગના કારણે રેલવેને કરોડોની કમાણી થઈ છે. અહીંના લોકો સ્વાસ્થ્ય સંદર્ભે અમદાવાદ સાથે જોડાયેલા છે. અહીં દરેક ટ્રેનનો સ્ટોપ મળે તેવી માંગ છે.

વધુમાં અહીં ભુજ- દાદર એક્સપ્રેસ, દાદર- ભુજ એક્સપ્રેસ, ભુજ- પુણે, બ્રાન્દ્રા- ભુજ અને ભુજ- બ્રાન્દ્રા ટ્રેનનો સ્ટોપ હતો. પણ કોરોના અને પ્લેટફોર્મના કામના કારણે સ્ટોપ રદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદથી આ ટ્રેનોની સુવિધા અહીં મળતી નથી. જે પુનઃશરૂ કરવામાં આવે. આ સાથે બેંગ્લોર-ગાંધીધામ એક્સપ્રેસ, ગાંધીધામ- નાગરકોયલી એક્સપ્રેસ, ગાંધીધામ- પુરી એક્સપ્રેસ, ગાંધીધામ- હાવડા એક્સપ્રેસ ટ્રેનનો પણ બે મિનિટનો સ્ટોપ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!