Friday, January 10, 2025
HomeGujaratમોરબીની મોટી માધાણી શેરીમાં આવેલ જોખમી જર્જરિત મિલકત તોડી પાડવા ચીફ ઓફિસરને...

મોરબીની મોટી માધાણી શેરીમાં આવેલ જોખમી જર્જરિત મિલકત તોડી પાડવા ચીફ ઓફિસરને રજૂઆત

ચોમાસામાં ભારે વરસાદથી જર્જરિત મકાન પડી જવાની ઘટનાઓ બનતી હોય છે. જેને લઇને કોઈ અનીચ્નીય બનાવ ન બને તે માટે મોટી માધાણી શેરીનાં રહીશો દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને તેમના વિસ્તારમાં આવેલ એક જર્જરિત ઇમારત તોડી પાડવા આવેદન પાઠવ્યું છે. તેમજ આ ઇમારતના કારણે કોઈ જાનહાની ન થાય તે માટે કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીનાં મોટી માધાણી શેરીનાં રહીશો દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને પાઠવવામાં આવેલ આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, અમે અમારી શેરીમાં આવેલ આ ભયાનક મિલકતના કારણે સતત ભયમાં જીવીએ છીએ. હાલવા ચાલવાના રસ્તા પર ઝાડ ઉગી નીકળેલ છે. તથા એ ઝાડ એટલા નીચા આવી ગયા છે. લોકોના માથામાં ભટકાય છે. તથા ઝાડની ડાળીઓ ખરવાથી આ જર્જરિત મકાનની પારાપેટ તથા અન્ય ડાળીઓ ત્યાંથી પસાર થતા લોકો પર પડે છે. તથા આ બંધ જર્જરિત મકાન પણ નામી ગયેલ છે. અને ગમે ત્યારે તૂટે તેમ છે. તેવી ભયજનક શક્યતા છે. નાના બાળકો, વૃદ્ધો તથા અન્ય રાહદારીઓ સતત ભયમાં આ મિલકત નીચેથી પસાર થવા મજબુર બન્યા છે. અને ગમે ત્યારે જાનહાની સર્જાય તેવો ભય રહે છે. જેથી આ મિલકતને લઈ થતા ધોરણસરની કાર્યવાહી કરવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!