મોરબી શહેર ભાજપ મહિલા મોરચા ઉપપ્રમુખ આરતીબા રાણાએ મોરબી મહાનગરપાલિકા કમિશનરને વોર્ડ નંબર ૫ ના અનેક પ્રાથમિક સમસ્યાઓ માટેના પ્રશ્નોને લઈને લેખિત રજૂઆત કરી છે. ગટર, પાણી, વીજળી, રસ્તા, તૂટેલા ગટરના ઢાંકણા અને અન્ય સમસ્યાઓ અંગે તાકીદે ઉકેલ લાવવાની માંગ કરી છે. આ સાથે તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ચૂંટણી નજીક આવી રહી છે અને જો પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, તો આ વિસ્તારના મતદારો નારાજગી વ્યક્ત કરશે.
મોરબી શહેરના વોર્ડ નંબર ૫ માં અનેક પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે શહેર ભાજપ મહિલા મોરચા ઉપપ્રમુખ આરતીબા રાણા દ્વારા મનપા કમિશ્નરને લેખિત રજુઆત કરીને જણાવ્યું છે કે વોર્ડ નંબર -૫ ના ઘણા બધા સ્થાનિક પ્રશ્નો છે જેમાં ગટર, પાણી, ભૂગર્ભ, વીજળી લાઈટ, રસ્તાના કામ, ગટરના ટુટેલા ઢાંકણા, તેમજ અન્ય પ્રશ્નો છે તાજેતરમાં ચૂંટણી નજીક આવી રહી છે. જો આ બધા પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો અમારા વિસ્તારના મતદારો નારાજગી વ્યક્ત કરશે. હાલમાં બક્ષી શેરી, બુઢા બાવાની શેરી, ખોખાણી શેરી, જોડીયા હનુમાન શેરીમાં, રાજપૂત સમાજની વાડીમાં બ્લોક નાખવાના બાકી છે તેમજ મહેન્દ્ર ઘાટની બજાર પાસે નદી કાંઠે લોડર ફેરવવા તથા મહેન્દ્ર ઘાટ ઉપર પાળી તૂટી ગયેલ હોવાથી જ્યાં અબોલ પશુઓ નીચે પડી જાય છે. ત્યારે આ તમામ ગંભીર મુદ્દાઓની તાત્કાલિક કામગીરી માટે વિનંતીસહ રજુઆત કરી છે.