Wednesday, June 25, 2025
HomeGujaratમોરબી તાલુકા સેવાસદનમાં સ્ટેમ્પ પેપર વિતરણ ફરી શરુ કરવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા...

મોરબી તાલુકા સેવાસદનમાં સ્ટેમ્પ પેપર વિતરણ ફરી શરુ કરવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા રજૂઆત

મોરબી તાલુકાના સેવાસદનમાં આવેલ રૂમ નંબર-૧૮ કે જ્યાં સ્ટેમ્પ પેપર વેચવામાં આવે છે. આ રૂમ છેલ્લા એક વર્ષથી બંધ છે. જેના કારણે લોકોને ખાનગી કંપનીઓ પાસેથી સ્ટેમ્પ પેપર લેવા પડે છે. જે કંપનીઓ લોકો પાસેથી સ્ટેમ્પ પેપરનું કમિશન લેતા હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે મોરબી તાલુકાના સેવાસદનમાં આવેલ રૂમ નંબર-૧૮ ફરી શરૂ કરવા અથવા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા મોરબી જીલ્લા કલેકટર, આર.એન. બી. વિભાગ તથા ડેપ્યુટી કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, ગીરીશ કોટેચા, સહિતનાઓ દ્વારા મોરબી જીલ્લા કલેકટર, આર.એન. બી. વિભાગ તથા ડેપ્યુટી કલેકટરને રજૂઆત કરતા જણાવવામાં આવ્યું હતું કે, મોરબી તાલુકાના સેવાસદનમાં અરજદારો નાના મોટા કામકાજ માટે આવતા હોય છે. તેમા અરજદારોને સોગંદનામાં કરવા પડતા હોય એમાં સ્ટેમ્પ પેપરની જરૂર પડતી હોય તો અરજદારો રૂમ નંબર-૧૮ માં સ્ટેમ્પ પેપર લેવા જાય છે તો રૂમ. નાં.૧૮ હાલ છેલ્લા ૧ વર્ષ થી બંધ છે તો હાલ તાત્કાલીક ધોરણે રૂમ નાં. ૧૮ માં અથવા તો સેવાસદન કચેરીમાં કોઈપણ જગ્યાએ સ્ટેમ્પ આમ આમ જનતાને મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગ કરાઈ છે. કેમકે પ્રાઈવેટમાં અરજદારો સ્ટેમ્પ પેપર કઢાવવા જાય તો ૫૦/- ના સ્ટેમ્પ પેપરના ૭૦/- પડાવવામાં આવે છે અને મોટા સ્ટેમ્પ લીચે તો વધારે કમીશને લગાડે છે. ત્યારે કચેરીમાં સ્ટેમ્પ કાઢવાનું શકય ન હોય તો પોસ્ટ ઓફીસમાં અગાઉ જે વ્યસ્થા ચાલુ હતી તે રીતે ફરીથી સ્ટેમ્પ પેપર પોસ્ટ ઓફીસમાંથી મળી રહે અને સામાકાઠે, મોરબી-૨ માં આવેલ પોસ્ટ ઓફીસ પણ ચાલુ થઈ ગયેલ છે. તો ત્યાં પણ સ્ટેમ્પ કાઢી આપવામાં આવે તો અરજદારોને નજદીક પડે અને ઝડપીથી કાર્યવાહી થઈ શકે અને સમયનો બચાવ થાય તેવી વ્યસ્થા કરવા સામાજીક કાર્યકરો દ્વારા માંગ કરાઈ છે.

સામાજીક કાર્યકરો દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, વૃધ્ધ પેન્શન સહાય અને વિધવા પેન્સન સહાયમાં આવતા સોગંદનામામાં, કુટુંબીક આંબા વિગેરે સોગંદનામાઓ કરવા માટે સ્ટેમ્પ પેપરની જરૂર હોઈ તો તેમા પણ વૃધ્ધ અને વિધવા માતાઓને પણ કલાકો સુધી પ્રાઇવેટ સ્ટેમ્પ પેપર વાળાને ત્યાં બેસી રહેવું પડે છે અને વધારાના પૈસા ખર્ચવા પડે તે ગરીબ માણસોને પરવડતુ નથી તો આ અંગે અરજદારોએ અગાઉ પણ કલેકટરને રજુઆત કરેલ હતી પરંતુ કોઈ નકકર પરીણામ આવેલ નથી. ઉપરાંત મોરબી ધારાસભ્યને અગાઉ પણ રજુઆત કરેલ હતી પરંતુ ધારાસભ્યએ અગાઉ રસ લીધેલ ન હતો તો શું ધારા સભ્યને આમા રસ નથી? સ્ટેમ્પ પેપર કાઢવાનું ચાલુ કરવામાં નહીં આવે તો ના છુટકે અમારે ધારાસભ્યને મોરબી કલેકટરને અને ગાંધીનગરમા મુખ્યમંત્રીને રજુઆત કરવાની ફરજ પડશે. તેવી સામાજીક કાર્યકરો દ્વારા ચમકી પણ ઉચ્ચારવામા આવી છે. ઉપરાંત તેઓ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, તાલુકાગ્રામ્ય મામલતદારને પણ રજુઆત કરવામાં આવશે. તો આર.એમ.ડી. ને સ્ટેમ્પ પેપર માટે એક રૂમ અલગથી ફાળવવા વિનંતી છે. કેમ કે સેવા સદનમાં ઉપર બીજા માળે પણ ઘણી ઓફીસો ખાલી પડેલ છે. તો ત્યાં પણ ઓફીસ સ્ટેમ્પ પેપર માટે ચાલુ કરી શકાય તેમ છે. જેથી કરીને ગરીબો હેરાન પરેશાન ન થાય અને પ્રાઇવેટમાં વધારે પૈસા આપવા ન પડે કારણ કે ઘરડા બુઢ્ઢા, અપંગ, આધાળા, લુલા-લગંડા વિધવા, ત્યકતા વગેરેને હેરાન થવું પડે છે. તો તાત્કાલીક સ્ટેમ્પ પેપર નીકળે અવી વ્યવસ્થા કરવા સામાજીક કાર્યકરો તથા આમ જનતાની માંગણી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!