મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જીજ્ઞેશભાઈ પંડ્યા, જગદીશભાઈ બાંભણીયા, જનક રાજા અને અશોક ખરચરીયા દ્વારા પાલિકાના ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખને રજૂઆત કરતાં જણાવ્યું છે કે મોરબીના નગર દરવાજા ચોકમાં મુખ્ય બજાર આવેલ હોય જ્યાં હાલ ખાડા ખબડા જોવા મળે છે જેથી પ્રતિદિન ખરીદી માટે આવતા લોકોને તથા વેપારીઓને ખુબ જ મુશ્કેલી થાય છે તેમજ શહેરનો મુખ્ય માર્ગ હોય જેથી અનેક વાહનચાલકો અહીંથી પસાર થતા હોય છે જેને હાલાકીનો સામનો કરવો પડે છે. હાલ ચોમાસું આવી ગયું છે ત્યારે આ ખાડાઓમાં પાણી ભરાઇ છે અને અનેક રાહદારીઓ તેમાં પડી જાય છે. ત્યારે તાત્કાલિક પેવર બ્લોક નાખવામાં આવે અથવા તો ડામર રોડ બનાવવામાં આવે તો નાગરિકોને પડતી મુશ્કેલીઓ દુર કરી શકાય તેમ છે. જેથી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ સાથે રજુઆત કરવામાં આવી છે.