મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઈ પંડ્યા, જગદીશભાઈ બાંભણીયા,જનકભાઈ રાજા, અશોકભાઈ ખરચરિયાએ કલેક્ટરને રજુઆત કરી હતી કે, મોરબીના વીસી ફાટક પાસે આવેલ સીટી મામલતદાર કચેરી પાસે વાહન પાર્કિગની ગંભીર સમસ્યા છે. આથી વિધવા સહાય, પેંશન, આવક, જાતિના દાખલા,રેશન કાર્ડ સહિતની અનેક કામગીરી માટે સીટી મામલતદાર કચેરીએ આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ કચેરી અન્યત્ર ખસેડી લેવામાં આવે તો ટ્રાફિકનું ભારણ હળવું થશે અને લોકોને પણ રાહત થશે. જો આ કચેરી જૂની જિલ્લા પંચાયત કચેરી જે ગિબ્સન મિડલ સ્કૂલમાં આવેલી હતી ત્યાં જૂની જિલ્લા પંચાયત કચેરી નવી કચેરીમાં શિફ્ટ થઈ ગઈ છે. આથી આ જૂની કચેરી ખાલી પડી છે. તેથી ગિબ્સન મિડલ સ્કૂલમાં જૂની જિલ્લા પંચાયત કચેરીમાં આ સીટી મામલતદાર કચેરીનું સ્થળાંતર કરવાની તેઓએ માંગ ઉઠાવી છે.