રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લો તથા HTAT મુખ્ય શિક્ષકોની રજુઆત અન્વયે શિક્ષણમંત્રીને રજુઆત કરતા મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા
ગુજરાત રાજ્યના બધા જ જિલ્લાઓમાં આશરે બારેક હજાર HTAT મુખ્ય શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે આ HTAT મુખ્ય શિક્ષકોના આર.આર.બની ગયા છે અને તેમનો શૈક્ષણિક કેડરમાં સમાવેશ કરવામાં આવેલ છે. તેમજ બદલી અંગેના નિયમો પણ બની ગયા છે. HTATની પ્રથમ ભરતી વર્ષ ૨૦૧૨ માં થયેલ છે અને ત્યાર બાદ પણ ભરતી થયેલી છે. મોટા ભાગના મુખ્ય શિક્ષકોને એક જ જગ્યાએ 5 થી 9 વર્ષ થવા આવ્યા છે. એટલે સ્વભાવિક છે કે અનેક મુખ્ય શિક્ષકો પોતાના વતન નજીક અથવા અનુકૂળ સ્થાને જવા ઇચ્છતા હોય. આ માટે બદલી ઇચ્છતા હોય, અરસ – પરસ બદલી કરવા માંગતા હોય, પતિ-પત્ની કેસનો લાભ લેવા માંગતા હોય, જિલ્લા ફેર કરવા પણ ઇચ્છતા હોય અને એ માટે વર્ષોથી બદલી કેમ્પની રાહ જોઈ રહ્યા હોય એ સમજી શકાય એવી બાબત છે. તો આ માટે આગામી સમયમાં શિક્ષકોની જેમ HTAT મુખ્ય શિક્ષકોના પણ બદલી કેમ્પ યોજાય એ માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબીની રજૂઆતને ધ્યાને લઈ મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખી HTAT મુખ્ય શિક્ષકોનો બદલી કેમ્પ યોજવા રજુઆત કરી છે.