Friday, January 10, 2025
HomeGujarat'સાંજ સુધીમાં સોગંદનામુ રજૂ કરો ':ગુજરાત હાઇકોર્ટનો મોરબી પાલીકાને આદેશ

‘સાંજ સુધીમાં સોગંદનામુ રજૂ કરો ‘:ગુજરાત હાઇકોર્ટનો મોરબી પાલીકાને આદેશ

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અને તેમાં ૧૩૫થી વધુ નિર્દોષ લોકોના નીપજેલા કરૂણ મોતના કેસમાં ગુજરાત હાઇકોર્ટે જાતે જ દાખલ કરેલી સુઓમોટો પીઆઇએલમાં આજે હાઇકોર્ટે રાજય સરકાર અને મોરબી નગરપાલિકા સત્તાધીશોને આડેહાથ લીધા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ઝૂલતા પુલ કેસમાં પાલિકાને સાંજે 4.30 વાગ્યા સુધીમાં સોગંદનામું રજૂ કરવા હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનાને અકસ્માત તરીકે ન ગણવા પણ હાઇકોર્ટે આકરી ટકોર કરી છે. સાડા ચાર વાગ્યા સુધીમાં સોગંદનામું રજૂ કરો અથવા એક લાખ દંડ ભરો નામદાર કોર્ટ દ્વારા સીધી ચેતવણી આપવામાં આવી છે. નગરપાલિકા વતી હાલના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ચૂંટણી ફરજમાં હોય 24 નવેમ્બરની મુદત માંગવામાં આવી છે. તેમજ હાઈકૉર્ટનું કડક વલણ જોતા સાંજે 4.30 સુધીમાં મોરબી પાલિકા સોગંદનામું રજૂ કરશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!