રાજકોટ રેન્જ આઇ.જી. અશોક કુમાર યાદવના માર્ગદર્શન હેઠળ મોરબી ટ્રાફિક પોલીસે મોરબી શહેરમાં ટ્રાફિક નિયમોનુ પાલન કરાવી વાહન અકસ્માતના બનાવોમાં ઘટાડો કરવામાં સફળતા મેળવી છે. તેમજ આગામી દિવસોમાં પણ અકસ્માતોના બનવો હજુ વધુ ઘટે તે હેતુથી લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.
મોરબી જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર, રાજકોટ રેન્જ આઇ.જી. અશોક કુમાર યાદવના માર્ગદર્શન હેઠળ પી.આઇ. વી.એમ.લગારીયા તથા પી.એસ.આઇ. ડી.બી.ઠક્કરએ મોરબી શહેરમાં ટ્રાફિક નિયમોનુ ચુસ્તપણે પાલન થાય અને ટ્રાફિક સુચારૂ રૂપે ચાલે તે માટે જરૂરી આયોજન કરી ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ તેમજ જીલ્લામાં વાહન અકસ્માતના બનાવોમાં ઘટાડો લાવવા જરૂરી એક્શન પ્લાન બનાવી અકસ્માતના બનાવો નિવારવા 3 E (EDUCATION, ENFORCEMENT, ENGINEERING) ને ધ્યાને લઇ કામગીરી હાથ ધરી હાઇવે રોડ ઉપર અકસ્માત સંભવિત વિસ્તારની સંયુક્ત વિઝીટ કી અનઅધિકૃત કટ બંધ કરાવી રોડની ખામીઓ દુર કરાવવાની કાર્યવાહી કરવામાં આવેલ તેમજ હાઇવે રોડ ઉપર સાઇડ બોર્ડ, બ્લીન્કર લાઇટ, સ્ટ્રીટ લાઇટ, કેટઆઇ. રમ્બલ સ્ટ્રીપ લગાવવાની કાર્યવાહી લગત વિભાગ સાથે સંકલન રહી કાર્યવાહી કરાવવામાં આવેલ તેમજ રોડ ઉપર અડચણ રૂપ પાર્ક, રોગ સાઇડ, ઓવર સ્પીડ, શીટ બેલ્ટ, હેલ્મેટ વિગેરે નિયમોનો ભંગ કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ તેમજ રોડ સેફટીના સાધનો જેવા કે તાલપત્રી, રેડીયમ રીફલેકટર, બ્રેક લાઇટ વિગેરે વાહનમાં ફરજીયાત અમલ કરવા સુચના કરવામાં આવેલ છે. તદઉપરાત સ્કુલો, કોલેજો, જાહેર સ્થળો, હાઇવે રોડ ઉપર તથા ગામડાઓમાં ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવેલ તેમજ જાહેર સ્થળો ઉપર ટ્રાફિક જાગૃતિને લગતા બેનરો લગાવવા, મેડીકલ ચેકઅપ કેમ્પ પદયાત્રીઓને રેડીયમ રિફલેક્ટર લગાવવા વિગેરે પ્રવૃતિઓ હાથ ધરવામાં આવેલ તેમજ મોરબી જીલ્લામાં અવાર-નવાર ટ્રાફિક ડ્રાઇવનુ આયોજન કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. હાઇવે રોડ ઉપર વધુ ગતીએ વાહન ચલાવતા ચાલકો વિરૂધ્ધ ઇન્ટરસેપ્ટર મોબાઇલ દ્વારા ઇ-ચલણ મેમો આપવામાં આવે છે.
ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ ટ્રાફિક શાખા દ્રારા સને-૨૦૨૩ ના વર્ષમાં કુલ- ૧૭,૮૦૯ પાવતીઓ આપી રૂ.૭૬,૩૪.૮૦૦/- સ્થળ દંડ વસુલ કરવામાં આવેલ તેમજ એમ.વી.એક્ટ ૨૦૭ મુજબ ફુલ-૧૬૦૬ વાહન ડીટેઇન કરી રૂ.૭૭,૯૯,૯૩૩/- આર.ટી.ઓ./કોર્ટ દડ વસુલાત કરાવતા એમ કુલ રૂ.૧,૫૪,૩૪,૭૩૩/- દંડ વસુલાત કરવામાં આવેલ તેમજ રોગ સાઇડ/વધુ ગતીથી ચલાવતા વાહનો વિરૂધ્ધ આઇ.પી.સી કલમ-૨૭૯ મુજબ કુલ-૧૫૩ ગુના તથા અડચણ રૂપ પાર્ક કરેલ વાહનો વિરૂધ્ધ આઇ.પી.સી કલમ-૨૮૩ મુજબ ફુલ-૨૧૧ ગુના રજીસ્ટર કરવામાં આવેલ તેમજ હાઇવે રોડ ઉપર વધુ ગતીએ વાહન ચલાવતા ચાલકો વિરૂધ્ધ ઇન્ટરસેપ્ટર મોબાઇલ દ્વારા કુલ-૨૨૩ ઇ-ચલણ મેમો આપવામાં આવે છે. આમ, છેલ્લા છ માસથી સતત પ્રયત્નશીલ રહી ટ્રાફિક નિયમોનુ પાલન કરાવી ટ્રાફિક નિયમો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરાવેલ, જેના પરિણામે મોરબી જીલ્લામાં ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે- ૦૬/૨૦૨૩ સુધીમાં ફેટલ અકસ્માતમા-૨૯ ગુનાનો ધટાડો થયેલ તથા કુલ અકસ્માતમા-૨૩ ગુનાનો ઘટાડો થવા પામેલ છે અને જયારે મૃત્યુની સંખ્યામાં કુલ-૩૫ ઘટાડો લાવી લોકોની અમુલ્ય જિંદગી બચાવી વાહન અકસ્માત બનાવોમાં ઘટાડો લાવવામાં સફળતા મેળવેલ છે. આગામી સમયમાં પણ સતત પ્રયત્નશીલ રહી અકસ્માતના બનાવોમાં ઘટાડો થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવનાર છે. ત્યારે ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવવુ નહી, વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો, હાઇવે રોડ ઉપર ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવુ, જૈફોર વ્હીલર ચલાવતી વખતે શીટબેલ્સનો ઉપયોગ કરવો, આર.ટી.ઓ માન્ય HSRP નંબર પ્લેટ ફરજીયાત લગાવવી સહિતના ટ્રાફીક નીયમોનુ અવશ્ય પાલન કરવા જાહેર જનતાને મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.