મની ટ્રાન્સફર ના રૂપિયા ભરેલા થેલાને લૂંટી સફેદ કલરની સ્વીફ્ટ કારમાં આવેલા ઈસમોએ ૭,૮૪,૫૦૦/- ની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા : કચ્છ જીલ્લામાં પ્રવેશ કરે એ પહેલાં જ આરોપીઓ મોરબી પોલીસના હાથવેંતમાં : મોરબી એલસીબી અને તાલુકા પોલીસની ટીમને સફળતા
મોરબી તાલુકાના પીપળી રોડ ઉપર 4 વાગ્યાની આસપાસ રૂપિયા ભરેલા થેલાની લૂંટ કરી લૂંટારુઓ નાસી છૂટ્યા નો બનાવ સામે આવ્યો છે જેમાં મોરબીના પીપળી રોડ ઉપરથી પસાર થતા આશીષસિંહ વાઘેલા નામના વ્યક્તિએ મોરબી પોલીસને તેની જ આંખમાં મરચું છાટી તેની પાસે ૭,૮૪,૫૦૦/- જેટલા રૂપિયા ભરેલો થયેલો લૂંટી નાસી છૂટ્યા હોવાનું જણાવતા મોરબી એલસીબી, તાલુકા પીએસઆઇ એ એ જાડેજા સહિતનો પોલીસ કાફલો દોડતો થયો હતો અને મોરબી શહેરના આઉટ અને ઇન ગેટના સીસીટીવી ના આધારે તપાસ હાથ ધરી હતી જેમાં મોરબી તાલુકા ઇન્ચાર્જ પીઆઈ એ એ જાડેજા અને એલસીબી પીએસઆઇ એન બી ડાભીની ટિમ દ્વારા પેટ્રોલીંગ હાથ ધરી જીલ્લાની બોર્ડરપર નાકાબંધી કરી દીધી હતી જેમાં આરોપીઓ કચ્છ તરફ જઈ રહ્યા હોવાના સગડ મોરબી પોલીસને મળતાની સાથે જ મોરબી તાલુકા પીએસઆઇ એ એ જાડેજા સહિતની ટિમ પણ આરોપીઓનો પીછો કરતા આરોપીઓ મોરબી જીલ્લો પાર કરે એ પહેલાં જ દબોચી લેવાયા છે હાલ આરોપીઓને મોરબી લાવવા અને ઓળખ પરેડ કરાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે સાથે જ આરોપીઓએ અન્ય કોઈ ગુનાઓ આચર્યા છે કે કેમ ગુનો કેમ આચરવામાં આવ્યો વગેરેની તપાસ કરવામાં આવશે ઉલ્લેખનીય છે મોંરબી પોલીસે ગણતરીની કલાકોમાં જ ગંભીર લૂંટના ગુનાનો ભેદ ઉકેલતા પોલીસે રાહતનો દમ લીધો છે હાલ યુવકની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે સાથે જ રાજકોટ રેન્જ આઈજી સંદીપ સિંઘ અને મોરબી એસપી એસ આર ઓડેદરા એ મોરબી પોલિસની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા છે.