ટંકારા :ટંકારાના જબલપુર પાટિયા પાસે શ્રમિક સગર્ભાની 108માં સફળ ડિલિવરી કરાવવામાં આવી છે. આ સગર્ભાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. હાલ ત્રણેય સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાના જબલપુર પાટિયા પાસે બાલાજી સેરેનમાં કામ કરતા એક શ્રમિક મહિલા જેઓ 11 દિવસ પહેલા જ અહીં રહેવા આવ્યા હતા. તેઓને સગર્ભા હોય અતિશય દુખાવો ઉપડતા 108ને ફોન કર્યો હતો. જેથી ઈએમટી રૂબિયાબેન ખુરેશી અને પાયલોટ કલ્પેશભાઈ તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા. પણ સમય ન હોય સગર્ભા બેનની ડિલિવરી 108માં જ કરવી પડી હતી. આ સગર્ભા બેને બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. ઉપરાંત રૂબિયાબેને જણાવ્યું હતું કે માતાની કોઈ ફાઈલ પણ હતી નહી અને બન્ને બાળકો ઉધા હોય અનુભવને આધારે સફળ ડિલેવરી કરી હાલ ત્રણેયની તબિયત સારી હોવાનું જણાવાયુ છે.