Thursday, November 13, 2025
HomeGujaratઆયુષ હોસ્પિટલના ન્યુરોસર્જનનું સફળ ઓપરેશન : ડૉ. પ્રતિક પટેલે હેમરેજનાં દર્દીને આપ્યું...

આયુષ હોસ્પિટલના ન્યુરોસર્જનનું સફળ ઓપરેશન : ડૉ. પ્રતિક પટેલે હેમરેજનાં દર્દીને આપ્યું નવું જીવનદાન

મોરબીના યુવકનો ગંભીર અકસ્માત થતા ઈજાગ્રસ્ત થયા હતા. જેના કારણે તેમને મગજના ભાગે ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને તાકીદે આયુષ હોસ્પિટલ ખાતે ઈમરજન્સીમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ન્યુરોસર્જન ડૉ. પ્રતિક પટેલે દર્દીનું સફળ ઓપરેશન કરતા દર્દીએ હોસ્પિટલનો આભાર માન્યો હતો.

- Advertisement -
- Advertisement -

મુકેશભાઈ નામના 33 વર્ષીય યુવકનું અકસ્માત થતાં મગજમાં ખુબજ ગંભીર ઇજા પોહચી હતી અને મગજના ભાગે ઇજાના કારણે લોહીની નશની ફૂટ થવાથી હેમરેજ થયું અને ભાન અવસ્થા ખોરવાઈ હતી. જે બાદ તેને તાત્કાલિક આયુષ હોસ્પિટલ ખાતે ઈમરજન્સીમાં ખસેડવામાં આવ્યા હતા અને ન્યૂરો સર્જન ડૉ. પ્રતિક પટેલ દ્વારા તાત્કાલિક હેમરેજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ દર્દીની ICU હેઠળ 3 દિવસ વેન્ટિલેટર ઉપર સારવાર ચાલી કરવામાં આવી હતી અને અંતે ન્યૂરો સર્જન ડૉ. પ્રતિક પટેલની મેહનતથી દર્દીને વેન્ટિલેટર ઉપરથી બહાર કાઢવામાં આવ્યા હતા અને દર્દીને સફળતા પૂર્વક રજા કરવામાં આવી છે. આ રીતે હેમરેજ જેવી મોટી ઇજાઓમાં પણ સમયસર સારવાર મળી રહે તો દર્દીનો જીવ બચાવી શકાય છે. મોરબી જિલ્લામાં એક માત્ર ફુલ ટાઈમ ન્યૂરો સર્જન સેવા આપે છે. મોરબી જિલ્લાની સૌથી મોટી ક્રિટિકલ કેર ટીમ સાથે આયુષ હોસ્પિટલ મોરબી ખાતે ન્યરૉસર્જરી જેવા સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગોમાં તાત્કાલિક સારવાર મળી રહે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!