Sunday, June 1, 2025
HomeGujaratમોરબીમાં પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય વર્કશોપનું સફળ આયોજન.

મોરબીમાં પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય વર્કશોપનું સફળ આયોજન.

મોરબી જીલ્લામાં પોષણ સંગમ કાર્યક્રમ હેઠળ આયોજિત વર્કશોપમાં કુપોષણ સામેની લડત માટેના C-MAM કાર્યક્રમના અમલીકરણ, વિવિધ યોજના દિશાઓ અને પોષણ સંગમ એપ્લિકેશનના ઉપયોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં મિશનના ડાયરેક્ટર જીજ્ઞાશા પંડ્યા અને ડેપ્યુટી ડાયરેક્ટર અંકુર વૈદ્યના માર્ગદર્શનથી જીલ્લા કક્ષાના અધિકારીઓને માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લાના જીલ્લા પંચાયત ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગના આઈસીડીએસ અને નેશનલ ન્યુટ્રિશન મિશન દ્વારા પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં મિશન ડાયરેક્ટર જીજ્ઞાશા પંડ્યા અને આઈસીડીએસના ડેપ્યુટી ડાયરેક્ટર અંકુર વૈદ્યએ મુખ્ય ઉપસ્થિત તરીકે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ C-MAM કાર્યક્રમના અમલીકરણ અંગે ટીમને માહિતી આપવી હતી. ઉપરાંત C-MAM માટેના વ્યુહાત્મક આયોજન, જીલ્લાની શ્રેષ્ઠ કામગીરીઓ, આરોગ્ય વિભાગની ભૂમિકા, ગ્રામ્ય આંગણવાડી કેન્દ્રોની પોષણ સ્થિતિ, તથા પોષણ સંગમ એપ્લિકેશનના ઉપયોગ માટે ઓરિએન્ટેશન સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં આઈસીડીએસ રાજકોટ ઝોનના વિભાગીય નાયબ નિયામક પૂર્વીબેન પંચાલ, મોરબીના સીઆરએચઓ ડો. સંજય શાહ, આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર મયુરીબેન ઉપાધ્યાય, તાલુકાના તમામ સીડીપીઓ અને મુખ્ય સેવિકાઓ હાજર રહ્યા હતા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!