મોરબી આમ તો સિરામિક ઉદ્યોગ ને કારણે ખૂબ જાણીતું છે અને બહારગામના લોકોને તો એવું છે કે મોરબી એટલે તો આહા ખૂબ સારી વ્યવસ્થાઓ હસે સારા રોડ હસે અને હોવા પણ જોઈએ ટેક્ષ પેયર માં મોરબી મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે પણ જે સુવુધરો હોવી જોઈએ એ તો છે જ નહિ અને જે છે એમાં પણ લોકોને સુવિધા કરતા દુવિધા વધુ ભોગવવી પડી રહી છે એવો જ એક વિડિયો મોરબી મીરર સુધી પહોંચ્યો છે.
જુઓ વિડિયો મોરબીના તંત્રનું નવલું નજરાણું!
https://youtube.com/shorts/yXruBREkF8M?si=_BRzLhQEZ-aZCcAf
મોરબીના શનાળા રોડ સ્કાય મોલ પાસે આવેલ ફૂટપાથ પર નો આ વીડિયો છે જેમાં જોઈ શકાય છે કે ફૂટપાથ પર ઠેર ઠેર ગટરની કુંડીઓ ખુલ્લી પડી છે અને ત્યારે આ ફૂટપાથ પર ચાલવું હોય તો હેલ્મેટ સહિતની સેફ્ટી લઇને ચાલવું અને આવી સેફ્ટી પહેરી ને ચાલશો એટલે એડવેંચર ફૂટપાથ નો અનુભવ થશે જે મોરબીના તંત્રની દેન છે આ કૂંડીમાં હવે કોઈ પડી જશે અને કોઈ નુકશાન થશે ત્યાર બાદ તંત્ર સફાળું જાગશે અને આ કુંડીઓ બંધ કરશે બાકી તે પહેલા જ જો તંત્ર જાગી જાય તો આ મોરબીવાસીઓ માટે એક સારા સમાચાર કહેવાય!