મોરબી જિલ્લામાં બપોરે આકારા તાપ અને ગરમીથી લોકો તોબા પોકારી ગયા હતાં. અસહ્ય બફારાથી લોકો પરસેવે રેબઝેબ થઇ ગયા હતા. જે વચ્ચે મોરબી પંથકમાં આજે ફરી ભરઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોરના અરસામાં મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. તેમજ ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને બરફના કરા સાથે વરસાદ તૂટી પડ્યો હતો.
મોરબી જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે બપોરના સમયે અચાનક ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે. મોરબી ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે. ભારે પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા ભડાકા પણ થઈ રહ્યા છે. ઓચિંતા આવેલા વરસાદે રોડ રસ્તા ઉપર પાણી ફેરવી દીધા છે. પવન અને ગાજવીજ સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી હતી. તેમજ ટંકારામાં ઉનાળાએ અસલ મીજાજ દેખાડતા તાપમાનમાં વધારો થયો હતો. જે વચ્ચે ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અને બરફના કરા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ભારે પવનથી વુક્ષો હોલ્ડિંગ અને નળીયા પતરા ઉડયા હતા. વિજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડતા પાકમાં નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે. ત્યારે ટંકારામાં અડધી કલાકમા ધોધમાર દોઢ ઈચ વરસાદ વરસ્યો હતો. અને વરસાદને પગલે લક્ષ્મીકાંત કોટનમાં ભારે નુકસાન થયું છે. જેમાં આજે બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન મોરબી તાલુકામાં 10 MM તથા ટંકારા તાલુકા 33 MM વરસાદ વરસ્યો હતો.