મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીક પીપળી રોડ પર બજરંગ મોબાઈલની સામે એક કારમાં અચાનક આગ લાગી હતી. જો કે ફાયર ટીમે સમયસર આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.
મોરબી શહેરમાં મહેન્દ્રનગર ચોકડી પાસે પીપળી રોડ ઉપર બજરંગ મોબાઈલની સામે એક કાર રજી.નં. જીજે-૦૫-સીપી-૨૫૨૨ માં અચાનક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગ લાગતા જ કારમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. કારમાં સવાર લોકોની સમયસૂચકતા કારણે તેઓ તરત જ વાહનમાંથી બહાર નીકળી ગયા હતા. ફાયર વિભાગને જાણ થતાં તરત જ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. આગ ક્યાં કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.









