Thursday, March 12, 2026
HomeGujaratમધ્ય પૂર્વ ક્ષેત્રમાં તણાવ વચ્ચે ગુજરાતમાં ઘરેલું LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:સરકાર

મધ્ય પૂર્વ ક્ષેત્રમાં તણાવ વચ્ચે ગુજરાતમાં ઘરેલું LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:સરકાર

મધ્ય પૂર્વ વિસ્તારમાં બદલાતી પરિસ્થિતિ વચ્ચે ગુજરાત રાજ્યમાં ઘરેલું ઉપયોગ માટે પૂરતો એલ.પી.જી. (LPG) જથ્થો ઉપલબ્ધ હોવાનું રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. રાજ્યમાં ગેસ પુરવઠો અવિરત રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મધ્ય પૂર્વ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં LPG સિલિન્ડરોના પુરવઠા અને વિતરણ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ઘરેલું જરૂરિયાત માટે પૂરતો LPG સ્ટોક ઉપલબ્ધ હોવાથી નાગરિકોને કોઈ પ્રકારની અછતનો સામનો કરવો ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવાયું છે. ગુજરાત રાજ્યમાં અંદાજે 30 ટકા ઘરેલુ ગેસ પુરવઠો PNG ગેસ પાઇપલાઇન મારફતે પૂરો પાડવામાં આવે છે. PNG ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી ગુજરાતમાં ગેસ પુરવઠાની સ્થિતિ અન્ય રાજ્યોની સરખામણીએ વધુ સ્થિર હોવાનું જણાવાયું છે. તકેદારીના ભાગરૂપે કેન્દ્ર સરકારના સૂચન મુજબ જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એક જ ગ્રાહક દ્વારા બે LPG સિલિન્ડર બુકિંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં અનાવશ્યક ગભરાટ ન ફેલાય તેમજ ગેસનો સંગ્રહ ન થાય તે છે. સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા હાલ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના વેચાણ પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. જોકે હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓને તેમની જરૂરીયાત મુજબ LPG ફાળવણી ચાલુ રાખવામાં આવી હોવાનું જણાવાયું છે. સરકારે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, LPGનો અનાધિકૃત સંગ્રહ, કાળાબજારી, નિયત ઉપયોગ સિવાય અન્ય ઉપયોગ કરવો અથવા નક્કી કરેલ કિંમતે કરતાં વધુ ભાવ વસૂલવો આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 તથા LPG કંટ્રોલ ઓર્ડર-2000 મુજબ કાયદેસર ગુનો ગણાશે. આવી પ્રવૃત્તિ સામે સક્ષમ અધિકારીઓ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!