હળવદ તાલુકાના દીધડીયા ગામની સીમ વિસ્તારમાં થોળા સમય અગાઉ ખેતરમાં પાણી લેવા બાબતે બે ભાઇઓ એક સંપ કરી સગા ભાઈનું ઢીમ ઢાળી દીધું હતું આ પ્રકરણમાં મૃતકના પત્નીએ પોતાના દીયર અને જેઠ રધાભાઈ અને મુન્ના ભાઈ સામે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી જેમાં પોલીસ કસ્ટડીમાં રહેલા મુન્નાભાઈ કુકાભાઈ સારલાએ લોકઅપના બાથરૂમમાં ચાદર બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.
હળવદના ચિત્રોડી ગામના વતની મુકેશભાઈ કુકાભાઈ સારલા, રઘાભાઈ કુકાભાઇ સરલા, મુન્નાભાઈ કુકભાઈ ત્રણે ભાઈઓ વચ્ચે ખેતરમાં પાણી પાણી લેવા બાબતે બોલાચાલી થતાં ઉગ્ર સ્વરૂપ ધારણ થતાં મોટાભાઈ તથા નાનાભાઈ એક સંપ કરીને વચટે ભાઈનું ભાઇનું ઢીમ ઢાળી દીધું હતું.
આ બનાવમાં મૃતક લના પત્ની લએ પોતાના રધાભાઈ અને મુન્ના ભાઈ સામે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. આ પ્રકરણમાં હળવદ પોલીસ કસ્ટડીમાં રહેલા હત્યાના આરોપી મુન્નાભાઈ કુકાભાઈ સારલા એ આજે વહેલી સવારે લોકઅપના બાથમરૂમ સાથે ચાદર બાંધી ગળેફાંસો કરી આત્મહત્યા કરી લીધાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં મોરબી ડીવાયએસપી સહિતની ટીમે હળવદ પોલીસ મથકે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડવા સહિતની તજવીજ હાથ ધરી છે.