મોરબીના વિકાશ ટાઈલ્સ કંપનીમાં 13 વર્ષીય સગીરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ છે.આ અંગે પોલીસને જાણ કરાતા મોરબી તાલુકા પોલીસે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.
મોરબીના ઘુટુ રોડ પર આવેલ વિકાસ ટાઈલ્સ કંપનીના કવાર્ટરમા રહેતા સુભાષ રાજેન્દ્ર એડાર (ઉ.વ.૧૩)એ કોઈ પણ કારણસર ગળે ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા આ અંગે તેના પિતા રાજેન્દ્રભાઈને જાણ થતાં તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. આ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.