Sunday, November 24, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં આપઘાતનો સિલસિલો યથાવત : ગઈકાલે અલગ-અલગ સ્થળે પાંચ વ્યક્તિઓએ અગમ્ય...

મોરબી જિલ્લામાં આપઘાતનો સિલસિલો યથાવત : ગઈકાલે અલગ-અલગ સ્થળે પાંચ વ્યક્તિઓએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું

મોરબી જિલ્લામાં આપધાતનો સિલસિલો યથાવત રહેતા તેમના પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. મોરબી જિલ્લાનાં મકનસર ગામે એક પરિણીતા, મોરબી શહેરમાં એક યુવતી અને આધેડ, છતર ગામની યુવતી અને ધુનડા(સ) ગામે એક યુવકે એમ કુલ પાંચ લોકોએ અલગ અલગ સ્થળે અને સમયે આત્મહત્યા કરી મોતને વ્હાલુ કર્યુ હતુ.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાના મકનસર ગામે રહેતી પુનમબેન બેચરભાઇ દેત્રોજાએ ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. જેમના મૃતદેહને PM અર્થે મોરબી સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી. તેમજ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ અકસ્માતે મોતની ફરિયાદ નોંધાઈ છે. જયારે અન્ય બનાવમાં મોરબી શહેરમાં લાયન્સનગર સતનામ એપાર્ટમેન્ટની પાછળ રહેતા પારૂલબેન પિતાંબરભાઇ ધંધુકિયા નામના 21 વર્ષીય યુવતીએ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. જેમના મૃતદેહને મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા સ્થળ પર હાજર ડો.ચિરાગ સાકિયા દ્વારા યુવતીને મૃત જાહેર કરી મોરબી સીટી બી ડિવીઝન પોલીસ મથકે બનાવ અંગે જાણ કરવામાં આવી હતી.

બીજી તરફ, મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલ છતર ગામે જીવરાજભાઇ કરમશીભાઇ ભિમાણીની વાડીએ રહી મજૂરી કામ કરતા સુનીતાબેન મહેતાજભાઇ અછાલીયા નામની 15 વર્ષીય યુવતીએ ગત ૦૯/૦૯/૨૨ના રોજ સવારે 10 વાગ્યા આસપાસ રહેણાંક સ્થળે જ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ થતા જ પરિવારજનો દ્વારા બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે દિવસની ટૂંકી સારવાર બાદ તેનું ગઈકાલે મોત નીપજ્યું હતું. જે અંગે ડો. પંકજ પાટીલ દ્વારા ટંકારા પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધાવ્યો હતો. જયારે અન્ય બનાવમાં ધુનડા(સ) ગામે દેવજીભાઇના પોલટ્મા આવેલ ઓરડીએ રહેતા ઉમેશ દેવજીભાઇ ચૌહાણ નામના ૨૬ વર્ષીય યુવકે કોઈ કારણોસર પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. જયારે બીજી બાજુ મોરબીના ગાયત્રીનગર વાવડી રોડ પર રહેતા મગન લક્ષ્મણભાઇ ધુળકોટીયા નામના ૫૧ વર્ષીય આધેડે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. જે અંગેની મળતી માહિતી અનુસાર, મગનભાઇએ હોમ લોન લીધેલ હોય તેમજ ગોલ્ડ લોન પણ લીધેલ હોય જેના હપ્તા ભરવાના પૈસા ના હોવાથી તેણે ગત 9 સપ્ટેમ્બરના રોજ સવારના એસીડ પી લીધેલ હતું. જેને પ્રાથમિક સારવાર માટે પ્રથમ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ગત ૧૦ સપ્ટેમ્બરના રોજ મોત નીપજ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!