Wednesday, January 15, 2025
HomeGujaratSunday Special ! અતુલ જોશી ની કલમે...પોલીસ એટલે શું ?

Sunday Special ! અતુલ જોશી ની કલમે…પોલીસ એટલે શું ?

Sunday Special ! અતુલ જોશી ની કલમે…પોલીસ એટલે શું ?

- Advertisement -
- Advertisement -

પોલીસ આં શબ્દ સાંભળતા જ ભલ ભલના પાટિયા ભીંસાય જાય છે અને પોતિયા ઢીલા થઈ જાય છે ક્યારેક રાગદ્વેષ તો ક્યારેક કરુણા ની નજરે લોકો પોલીસને જુએ છે પરંતુ શું તમને ખબર છે પોલીસ કેટલી વિકટ પરિસ્થિતિઓ માંથી પસાર થાય છે જો તમારો જવાબ હા હોય તો આ પોસ્ટ વાચવાની જરૂર નથી અને જો જાણવા માંગતા હોય તો આ લેખ વાંચવો તમારા માટે અત્યંત જરૂરી છે.

હા આજે આપણે રવિવાર ની મોરબી મીરર ની સન્ડે સ્પેશિયલ કોલમ માં પોલીસની પરિભાષા વિશે જાણીશું આં એક અને પ્રજા વચ્ચેના સમનવય જળવાઈ રહે પ્રેમ લાગણી ગરિમા જે ક્યાંક તૂટે છે એ વધે તે માટેનો નાનો એવો મારા(અતુલ જોશી) થકી પ્રયત્ન છે.

પોલીસ એટલે એવી પ્રજાની સેવા કે રાત હોય કે દિવસ ,ટાઢ હોય કે તડકો પ્રસંગ હોય કે શોક તમામ જગ્યાએ પોલીસ વિના બધું જ અધૂરું છે કેમ કે પોલીસ એ પ્રજા નાં એક ખરા સામાજીક કાર્યકર છે જે પોતાના પરીવાર ખુશી મૂકી લોકો માટે હમેશાં તત્પર રહે છે હમેશાં પોલીસ પર માછલાં ધોવાય છે છતાંય પોલીસ ખડેપગે ઊભી રહે છે લોકોની સેવામાં જે લોકો આક્ષેપ કરે છે તેની જ મદદ કરવાનું કામ પોલીસ કરે છે. હર હમેશાં લોકોની નજર માં પ્રથમ પોલીસ જ આવે છે કેમ કે એ રોડ પર હાલત ચાલતા ભેગા થતા કર્મચારીઓ છે જાહેર કર્મચારીઓ કહી શકીએ તો નવાઈ નહિ.

પોલીસ સાથે માથાકૂટ હાલ સામાન્ય થઈ ગઈ છે તકવાદી દુનિયામાં પોલીસને જેવા જેવા અનુભવ તેવું તેનું વર્ણન કર્યું છે અડધી રાતે મદદ આવતી પોલીસ ને લોકોએ દ્વારકાધીશ નું રૂપ ગણાવ્યું છે તો અમુક વિઘ્ન સંતોષીઓના કામ ન થતાં પોલીસને આક્ષેપોની હાર માળા પણ પહેરાવી છે જો કે આ બંને વાત થી અલગ રહી પોલીસ પોતાનું કામ કર્યે જાય છે.

એક પોલીસ અધિકારીની વાત મે સાંભળી હતી જે આજે મને આં લેખ લખતા તેઓ એક સારી ઉકિત કહી હતી એ અહીંયા લખું છું કે પોલીસ ને એક ઉકિતમાં વર્ણવી હોય તો “ना किसी से कोई इर्ष्या ना किसी से कोई होड़ ,मेरी अपनी मंजिल मेरी अपनी दौड़ ” આં ઉકિત માં વર્ણવી શકાય છે જો કે પ્રજા ક્યારેક કામથી સંતુષ્ટ અને ખુશ થઈ હાર માળા પહેરાવી દે છે તો ક્યારેક અધૂરી માહિતી નાં લીધે નારાજગી અને આક્ષેપો પણ પોલીસને જ સહન કરવા પડે છે કેમ કે આ જાહેર કરવા પાછળ નું સત્ય કદાચ ક્યારેય કોઈ ન કહી શકે .

પોલીસ એક ડીસિપ્લીન ફોર્સ છે જેમાં લોક રક્ષક હોય કે પછી આઇપીએસ ઓફિસર હોય બધા પોતાની રીતે કામ કરતા હોય છે જેમાં ખાનગી એટલે કે સંવેનશીલતાથી મોટું કાઈ હોતું નથી પરિવાર હોય કે મિત્ર કે પછી અન્ય સગા સબંધી સૌ પ્રથમ તેઓ ને પોતાની ફરજ પર ધ્યાન આપવું પડે છે.

પોલીસની બીજી વાત કરીએ તો પ્રજા પોલીસનો સમન્વય પણ અત્યંત મહત્વનો છે હું એમ નથી કહેતો કે બધા પોલીસ સરખા હોય પરંતુ જે પોલીસ હોવા છતાં પોલીસની શ્રેણી માં નથી આવતા તેવા લોકોના કારણે આખા ડીપાર્ટમેન્ટ પર આક્ષેપ કરવા મારા અંગત મત મુજબ યોગ્ય નથી લાગતું અને આવા વિવાદિત પોલીસ કર્મીઓ ને પોલીસ બેડામાં પણ જા મળતો હોય છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ની ભાષા માં આવા પોલીસ કર્મીઓને ન્યુસન્સ ગણવામાં આવે છે પરંતુ મે પહેલા કહ્યું તેમ આં એક જાહેર સામાજિક સરકારી સંસ્થા છે જેથી ડીસિપ્લીન અને સંવેનશીલતાની વાતોને ધ્યાનમાં રાખવું જરૂરી છે જેથી તેઓ પોતે જ જાહેર નથી કરી શકતા દા.ત. એક પરીવાર માં બે પુત્રો હોય તો એક સારો હોય જ્યારે બીજો ઉઠિયાંન(વિવાદિત/ન કરવાના કામ કરનારો) હોય તો પરિવારના સભ્યો જે માતા પિતા તેનું માર્કેટીંગ નથી કરતા કે નથી તેના પુત્ર વિરૂદ્ધ સાંભળી શકતા બસ એ જ વસ્તુ પોલીસ ખાતા નાં પોલીસ કર્મીઓ માં છે જેથી જ તેને પોલીસ પરિવાર કહેવામાં આવે છે.

લોકો પોલીસને ધૃણા ની નજરે જુએ છે જુદા જુદા નામથી સંબોધનો કરતા હોય છે જો કે એ પોલીસ કેટલું સહન કરી કેટલાં વિવાદો પર રહી કામગીરી કરતા હોય છે તે જોયા જાણ્યા વિના સીધું જ જજમેંન્ટ આપી દે છે.પોલીસ વિભાગ માં પોલીસ કોન્સ્ટેબલ ને તેની જવાબદારી હોય તેટલું ટેન્શન હોય છે એ જ રીતે આઇપીએસ અધિકારીઓને પણ તેનાં હોદા મુજબના ટેન્શન હોય છે.

ઘણા લોકો કહેતા હોય છે કે પોલીસ વિભાગમાં અઘિકારીઓ હોય એટલે શાંતિ પરંતુ મારા મત મુજબ જેમ હોદ્દો ઉચો તેમ બધું વધતું જાય છે જવાબદારીઓ વધે છે વિવાદો વધે છે અને સંતોષની અપેક્ષાઓ પણ વધતી જાય છે.જે લોકો સારા પોલીસ પર કે અઘિકારીઓ પર કોઈ જોયા જાણ્યા વગર આક્ષેપ કરી ટિપ્પણી કરી નાખે છે એ જ લોકોએ ક્યારેય સારા કામ કરે ત્યારે સન્માન કર્યું હોય તેવા દાખલા કેટલાં છે. અમુક ખોટા વિચારણા પોલીસકર્મીઓ પર તમારો ગુસ્સો યોગ્ય છે તેમાં કોઈ વાંધો પણ નથી પણ તેના હિસાબે આખા પોલીસને બદનામ કરવું પણ યોગ્ય નથી.

 


(સ્વ.પદ્મ શ્રી ડૉ.એચ.એલ.ત્રિવેદી ,કિડની ટ્રા્સપ્લાન્ટ સંશોધક, ફાઇલ તસવીર)
જો પોલીસ નાં હોય તો ?
જો પોલીસ નાં હોય તો ? આ પ્રશ્ન ઘણો અઘરો છે વર્ષ ૨૦૧૫ માં એક દૈનિક સમાંચારમાં મે આં કોલમ લખેલી .જેમાં અનેક રિવ્યૂ આવ્યા આં રિવ્યૂ પરથી ઘણા સામાજીક આગેવાનોના તર્ક મેળવ્યા હતા જો પોલીસનાં હોય તો શું થાય .? મૂળ મોરબી નાં હળવદ તાલુકાના ચરાડવા નાં વતની અને કિડની હોસ્પિટલ નાં મહા મુનીમ પદ્મ શ્રી ડો.એચ.એલ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે જો પોલીસ નાં હોય તો અફરા તફરી મચી જાય. સારા પોલીસ અને સારા ડોકટર, સારા વકીલ,સારા રાજકીય આગેવાન તેની નૈતિક ફરજ ચૂકે એટલે એ હજારો લોકોને નુકશાન પહોચાડવા ની શક્તિ અને સામર્થ્ય ધરાવે છે માટે પ્રજા,પોલીસ, ડોકટર અને વકીલ આં લોકોએ હમેશાં તટસ્થ રહી કામ કરવું જોઈએ નહિ કે રાગ દ્વેષ થી તેઓ ઈશ્વરના દૂત સમજી કામ કરે તો જ ખરા અર્થ માં તેઓ લોકો અને પરમાર્થ માટે કામ કરી શકે. જો કે પદ્મ શ્રી ડો.એચ.એલ.ત્રિવેદી સાહેબનું ૦૨ ઓકટોબર ૨૦૧૯ નાં નિધન થઈ ચૂક્યું પણ કીડીની હોસ્પિટલનાં એક યુગનો અંત પણ તેની સાથે થઈ ગયો તેમ કહેવામાં કોઈ નવાઈ નથી તેઓએ આ કરી બતાવ્યું હતું અને ને સ્વદેશ અપનાવી પાંચ હજારથી વધુ લોકોનું કિડની ટ્રાન્પ્લાન્ટ કર્યું હતું.એટલું જ નહિ અલ કાયદા નાં વડા બિન લાદેનની કિડની માટે પણ તેઓને કરોડો ની ઑફર ઠુકરાવી હતી અને શરતો મૂકી હતી જેમાં પોતાના દેશ માટે પ્રેમ અને અમદાવાદ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા નું કહ્યું હતું જેમાં આવા સ્વ.પદ્મ શ્રી ડો.એચ.એલ.ત્રિવેદી સાહેબ પણ પોલીસ અને દેશના જવાનોનાં પ્રેમી હતા તેઓએ પણ જણાવ્યુ હતુ કે તેનાં કાર્યકાળ માં સૌથી ખરાબ પોલીસના જવાનો અને દેશના જવાનોની હોય છે તેઓએ પોલીસ અને આરમીનાના ૪૦૦ થી વધુ જવાનોનાં પરિવાર જનોની સારવાર પણ કરી છે ત્યારે આટલા દિગ્ગજ અને ભારતના પદ્મશ્રી ડો.એચ એલ ત્રિવેદી સાહેબે જણાવ્યું હતું ત્યારે આપણે સમજી શકીએ કે પોલીસ એ કેટલું પ્રજા સાથેનું કેટલું મહત્વનું અંગ છે.

પોલીસ વિભાગના તમામ પોલીસ કર્મીઓ રાત દિવસ કામ કરે છે પોતાનાં સ્વાસ્થ્ય કે પરિવારનું પણ જેટલું ધ્યાન નથી રાખતા તેટલું પ્રજા નું ધ્યાન રાખે છે.જ્યારે પોલીસ કર્મીઓ નિવૃત્ત થાય છે ત્યારે તેઓ અનેક રોગ થી પીડાતા હોય છે અને હાલ પણ પોલીસ માં સૌથી વધુ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનાં દર્દીઓ છે. તેનું કારણ ફકત ને ફકત સ્ટ્રેસ છે જે લોકો માટે લીધેલો હોય છે.

આટલું જ નહિ પોલીસ તેના કાર્યકાળ દરમ્યાન જે સમય પરિવાર ને નથી આપતા તેમાં પણ તેને નુકશાની મળે છે ક્યારેક પત્નીના વિવાદ નાં લીધે છૂટા છેડા થાય છે ક્યારેક સગા સબંધી નાં સારા નરસા પ્રસંગે ન જવાના લીધે સબંધ બગડે છે ,કોઈના પુત્ર પુત્રી આડી લાઈને ચડી જાય છે તો ક્યારેક પોતાના જ પરિવાર ને માનસિક રીતે ગુમાવી બેસે છે . પરિવારના સભ્યો માં પણ પોલીસ કર્મચારી ની લાગણી ભાવ ઘટી જાય છે અને સ્વાભાવિક છે પરિવારના સભ્યો કે સગા સબંધીઓ પોલીસના હોય કે પ્રજા ના આટલી અપેક્ષા તો હોય જ છે કે તેઓ તેના ખુશી શોકમાં ભાગ લે પરંતુ આટલું જ નહિ પોલીસ તેના ડીસિપ્લીન નાં ભાગ રૂપે પણ કામગીરીમાં પણ કોઈનું ન રાખી શકતા સગા સબંધી મિત્રો સાથે સબંધો બગડી જતાં હોય છે.કેમ કે આ વાત તેના હાથ ની નથી હોતી.આવા અનેક પ્રશ્નો છે અને આવા પ્રશ્નોને પહોંચી વળવા સક્ષમ હોવ તો પોલીસ માં નોકરી કરી શકો છો જો કે પ્રજા આં કાઈ જોતી નથી સીધા જ આક્ષેપોની હારમાળા પોલીસ પર થોપી દે છે અને પોલીસ પણ તેને હસતા મોઢે સ્વીકારી લે છે કેમ કે તેને ખબર છે કે આપણે પોલીસ છીએ.

પ્રજા પર અત્યાચાર કરતા પોલીસકર્મીઓ પર અચૂક બોલવું જરૂરી છે પરંતુ મે કહ્યું તેમ આવા પોલીસને પોલીસ વિભાગ પણ ન્યુસસન્સ ગણે છે ત્યારે સારા ને આર કહો ખરાબ ને ખરાબ કહેવા ની હિંમત રાખો એ પણ પુરાવા સાથે એ જ સાચા નાગરિક ની નૈતિક ફરજ છે.

પોલીસ પ્રત્યે પ્રેમ આદર અને સન્માન ની લાગણી રાખો એવા હેતુથી જ મારા તરફથી આં એક નાનો પ્રયત્ન છે બાકી પ્રજાના કરતા પોલીસના પ્રશ્નો અનેક છે કેમ કે એ પ્રશ્નો પોલીસના સીધા તેના પરિવાર ને અસર કરે છે અને પરિવાર પ્રજા નો હોય પોલીસનો હોય પત્રકારનો હોય કે રાજકીય આગેવાનો નો પરિવાર પરિવાર જ હોય છે અને પહેલા પરિવાર પછી બીજું બધું પરંતુ મારા અનુભવ અને પત્રકારત્વ ની દ્રષ્ટીએ આં એક પોલીસ વિભાગ એવો છે કે જે પોતાના પરિવાર નાંહિતો ને નેવે મૂકી ચોવીસ કલાક આપની સેવા માં ખડે પગે રહે છે જેને દિલથી સલામ કરવી એ નાગરિક તરીકે હકકો ભોગવવાની જેમ આપની ફરજ છે તેમ સલામ કરવાની પણ આપની નૈતિક ફરજ છે સો સો સલામ છે આવા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ને જે સતત પોતાના પરિવાર પોતાના સ્વાસ્થ્ય ખુશી મોજ સોખ મૂકી લોકો માટે કામ કરે છે.જય હિંદ

આ પોસ્ટ વાચ્યા બાદ આપ કોઈ પોલીસ મળે એ સામાન્ય લોક રક્ષક હોય કે પછી આઇપીએસ અધિકારી તેને ફકત મીઠું હાસ્ય આપશો તો પણ તમને એ ડબલ પાછું મળશે આં સાયકોલોજીકલ નિયમ છે જેને આપ પણ અનુસરો તેવી મારી આપને વિનંતી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!