Wednesday, November 27, 2024
HomeGujaratઅદાણી-હિંડનબર્ગ વિવાદમાં પત્રકારોને વચગાળાનું રક્ષણ આપતી સર્વોચ્ચ અદાલત

અદાણી-હિંડનબર્ગ વિવાદમાં પત્રકારોને વચગાળાનું રક્ષણ આપતી સર્વોચ્ચ અદાલત

સુપ્રીમ કોર્ટે શુક્રવારે બે પત્રકારોને અદાણી-હિંડનબર્ગ વિવાદ પર લખેલા લેખના સંબંધમાં ધરપકડમાંથી વચગાળાની રાહત આપી હતી. જેમના વિરુદ્ધ અદાણી ગ્રુપ દ્વારા સ્ટોક મેનિપ્યુલેશનના આરોપસર આર્ટિકલ લખવા બદલ સમન્સ પાઠવવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, સર્વોચ્ચ અદાલતે શુક્રવારે બે પત્રકારોને વચગાળાનું રક્ષણ આપ્યું છે. જેમને ગુજરાત પોલીસ દ્વારા અદાણી જૂથ દ્વારા સ્ટોક મેનિપ્યુલેશનના આરોપમાં તેમના આર્ટિકલ માટે સમન્સ પાઠવવામાં આવ્યા હતા. અદાલતે પોલીસને તેમની સામે કોઈ કાર્યવાહી ન કરવા નિર્દેશ આપ્યો હતો. પત્રકારોને રાહત આપતા ન્યાયમૂર્તિ બી આર ગવઈ અને પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે ગુજરાત સરકારને નોટિસ પાઠવી અરજી પર તેમનો જવાબ માંગ્યો હતો. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રાજ્ય પોલીસ તેમના પત્રકારત્વના બદલ તેમને હેરાન કરી રહી છે. ખંડપીઠે રવિ નાયર અને આનંદ મંગનાલેને રક્ષણ આપ્યું હતું જેઓ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છે અને જેમને 31 ઓગસ્ટે તેમનો આર્ટિકલ પ્રકાશિત થયા બાદ સમન્સ મોકલવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!