રાજકોટની સબ રજિસ્ટ્રાર કચેરીમાં આર્થિક લાભ મેળવવાના ઈરાદે પૂર્વયોજિત કાવતરું રચી કચેરીમાં ગેરકાયદેસર પ્રવેશ કરી, દસ્તાવેજના કાયમી રેકર્ડમાં નુકસાન પહોંચાડી અબજો રૂપિયાની મિલકતના બોગસ દસ્તાવેજો બનાવ્યા હતા. તેમજ કપટપૂર્વક ફાડી નાખી પુરાવાનો નાશ કર્યો હતો. સરકારી કચેરીના કમ્પ્યૂટરમાં રહેલ દસ્તાવેજોના સ્કેનિંગ રેકર્ડને ડિલીટ કરી તેની જગ્યાએ ખોટા દસ્તાવેજોને સ્કેનિંગ કરીને ચડાવવાના ગુનામાં આરોપી એડવોકેટ કિશન ચાવડાની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટે દ્વારા મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો છે….
મળતી માહિતી અનુસાર, રાજકોટની સબ રજીસ્ટર કચેરી ઝોન ૧ માં સબ રજીસ્ટર અતુલભાઈ દેસાઈએ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં તા. ૧૧/૧૨/૨૦૨૪ ના રોજ પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તા. ૨૩/૦૨/૨૪ થી ૧૮/૦૫/૨૦૨૪ સુધીમાં આરોપી હર્ષ સાહોલિયા ઉર્ફે હર્ષ સોની, જયદીપ ઝાલા, અને કિશન ચાવડાએ ૧૭ ખોટા બનાવટી દસ્તાવેજ ઊભા કરી કોઈપણ રીતે કચેરીમાં કોમ્યુટરમાં રહેલ હસ્ત લેખિત દસ્તાવેજ ના સ્કેનિંગ કરી રેકર્ડમાં ચડાવી મિલકત એક વ્યક્તિથી બીજા વ્યક્તિ ના નામે ટ્રાન્સફર કરી સબ રજીસ્ટર કચેરીના મૂળ દસ્તાવેજનો નાશ કરી નવો દસ્તાવેજ મુળ દસ્તાવેજની જગ્યાએ ચડાવવાના આવ્યો છે. જે ફરિયાદને આધારે અલગ અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે હાલ એડવોકેટ કિશન ચાવડાએ ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા માટે જામીન અરજી કરતા નામંજૂર થઈ હતી. તેથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરતાં કોર્ટે આરોપીનો રોલ, દસ્તાવેજી પુરાવાઓ વગેરેની હકીકત જોઈ આરોપીની ધરપકડ સામે મનાઈ હુકમ આપી વધુ સુનાવણી તા.૧૪/૦૫/૨૦૨૫ ના રોજ રાખવામાં આવી છે… જે કેસમાં અરજદાર આરોપી એડવોકેટ કિશન ચાવડા વતી સુપ્રીમ કોર્ટના સિનિયર કાઉન્સિલ પૂર્વિશભાઈ મલ્કાણ તેમજ રાજકોટ પી.એમ. શાહ લૉ ફર્મના એડવોકેટ પિયુષભાઈ એમ.શાહ હર્ષિલભાઈ શાહ રોકાયા હતા.