મોરબી તાલુકામાં વરૂડી એસ્ટેટ, જી.જે.૩૬ ફલેકસો પ્રીન્ટીંગ નામનું કારખાનું ધરાવતા મોરબીના વેપારીને સુરતના એક દલાલે પહેલા માલ લઈ સમયસર પૈસા ચૂકવી વેપારીનો વિશ્વાસ કેળવ્યો અને બાદમાં મોટું કન્સાઇન્મેન્ટ મેળવી રૂ.1.31 કરોડ ની છેતરપિંડી આચર્યાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં ગંગાદર્શન એપારમેન્ટ બલોક નં. બી ૧૦૨, રવાપર રોડ ખાતે રહેતા અને વરૂડી એસ્ટેટ, જી.જે.૩૬ ફલેકસો પ્રીન્ટીંગ નામનું કારખાનું ધરાવતા દિપકભાઇ ગણેશભાઇ પાંચોટીયા નામના વેપારીને સુરતની પાલ, સોહમ પ્રાઇડ રેસીડન્સી ખાતે રહેતા નિમેષભાઇ નરેન્દ્રભાઇ ઠકકરે પોતે પેપર મીલમાં ભાગીદાર અને દલાલ હોવાનું જણાવી પ્રથમ ક્રાફટ પેપર ખરીદી નિયમીત નાણા ચુકવી વિશ્વાસ કેળવી ઠગાઇ કરવાના ઇરાદે નિહારીકા કોરૂગેટેડ પેકેજીંગ,સુરત તથા માતાદાર પેપર ટયુબ સુરત તથા કે.કે.પેકેજીંગ વાપી ના નામે કુલ રૂ.૧,૩૧,૭૮,૦૭૭/-ની કિંમતની કુલ ૩૬ ગાડી ક્રાફટ પેપર ફરિયાદીને ત્યાંથી મંગાવી અમુક ગાડી જે તે પેપર પેકેજીંગમાં અને અમુક અન્ય પેપર પેકેજીંગમાં ક્રાફટ પેપર ઉતારી એન કેન પ્રકારે આર્થિક ફાયદો મેળવી ફરિયાદીને પૈસા નહી ચુકવી વિશ્વાસધાત કરી છેતરપીંડી કરતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.