સુરતના ડુમ્મસ જમીન પ્રકરણમાં કથિત ગેરરિતીઓ મુદ્દે પૂર્વ કલેકટર આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા છે. આ જમીન પ્રકરણનું કૌભાંડ બે થી અઢી હજાર કરોડ રૂપિયાનુ હોવાનુ મનાય રહ્યું છે. જેમાં પૂર્વ કલેકટર સહિત સ્થાનિક નેતાઓની મિલી ભગતની આશંકા છે. ત્યારે સુરત શહેરના વધુ ૪ સર્વે નંબરો મુદ્દે પીએમઓમાં ફરિયાદ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, સુરતના ડુમ્મસ જમીન પ્રકરણમાં કથિત ગેરરીતિ મુદ્દે કલેકટર આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે જમીન કૌભાંડમાં કલેકટર સાથે સ્થાનિક નેતાઓની મીલીભગત હોવાનું સામે આવ્યું છે. જે જમીન કૌભાંડ બે થી અઢી કરોડ રૂપિયાનું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ત્યારે સુરતના કલેકટર આયુષ ઓક સહિત તમામ લોકો સામે રાજ્ય સરકાર કાનુની પગલા લેવાની તૈયારીમાં છે ત્યારે સુરત શહેરના જ વધુ ૪ સર્વે નંબરો મુદ્દે પીએમઓમાં ફરિયાદ કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તો આ ચારેય સર્વે નંબર ગૌચરની જમીનના છે. જેને બારોબાર પધરાવી દઇ અંદાજે 10 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ અધિકારી અને સ્થાનિક નેતાઓની મિલી ભગતથી આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ પીએમઓમાં કરાઇ છે. મનાઇ રહ્યુ છે કે આ ચારેય સર્વે નંબરોને લઇને પીએમઓ દ્વારા અંદર ખાને તપાસ પણ શરુ કરવામાં આવી છે.