રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તેમજ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા પ્રોહિબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ઝુંબેસ ચાલુ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનનાં ગુન્હામા નાસતા ફરતા આરોપીને મોરબી જુના બસ સ્ટેશન પાસેથી મોરબી એસ.ઓ.જી.ની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પડ્યાના માર્ગ દર્શન હેઠળ નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા એસ.ઓ.જી.ની ટીમ કાર્યરત હોય તે દરમ્યાન એસઓજી ટીમને બાતમી મળેલ કે, શાહરૂખભાઇ દિલાવરભાઇ મુલતાની (રહે. ભવાનીનગર આવાસના મકાનમાં હળવદ જી.મોરબી) હાલમા મોરબી જુના બસ સ્ટેશન પાસે છે. આ ઇસમ સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામા નાસતો ફરતો આરોપી છે, જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતા શાહરૂખભાઇ દિલાવરભાઇ મુલતાની (રહે.હાલ વિજયનગર વીશીપરા મોરબી અબ્રાઇમભાઇ સુમરાના મકાનમાં ભાડેથી તા.જી.મોરબી તેમજ રહે, ભવાનીનગર આવાસના મકાનમાં હળવદ જી.મોરબી મુળ રહે. થાનગઢ ઝાલાવાડા પોટરી મફતીયુપરૂ જી.સુરેન્દ્રનગર) આરોપી મળી આવતા સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ. મુજબ હસ્તગત કરી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી કરવા મોરબી એસ.ઓ.જી. દ્વારા સોપી દેવામાં આવ્યો છે.