Wednesday, December 25, 2024
HomeGujaratસુરેન્દ્રનગર:દશાડા પોલીસે દશાડા - જૈનાબાદ હાઇવે રોડ પરથી ઇગ્લિશ દારૂના જથ્થા સાથે...

સુરેન્દ્રનગર:દશાડા પોલીસે દશાડા – જૈનાબાદ હાઇવે રોડ પરથી ઇગ્લિશ દારૂના જથ્થા સાથે ટ્રક પકડી પાડયો

સુરેન્દ્રનગર જીલ્લાના દસાડા- જૈનાબાદ હાઇવે રોડ પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રક દસાડા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. ભારતીય બનાવટના વિદેશી બોટલો ૫૬૨૮ નંગ કિંમત રૂ. ૧૫,૭૭,૫૩૨/- નો દારૂ તથા ટાટા મોટર્સ કંપનીની 1815 ટ્રક નં-RJ-19-GH-9076 કિંમત રૂ.૧૦,૦૦,૦૦૦/-, પાપડના બોક્ષ ૧૧૮ નંગ કિંમત રૂ. ૧,૧૮,૦૦૦/-, ૨ મોબાઇલ ફોન કિંમત રૂ. ૧૦,૦૦૦/- ગણી કુલ કિંમત રૂ.૨૭,૦૫,૫૩૨/- નો મુદામાલ સાથે બે આરોપીને પકડી પાડયા છે…

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, પોલીસ અધિક્ષક ગીરીશ પંડયા સુરેન્દ્રનગર, નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહિત ધ્રાંગધ્રા ડીવીઝન દ્વારા પ્રોહિબિશન જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તીને નેસ્ત નાબુદ કરવા અને પરીણામ લક્ષી કામગીરી કરવા માટે અલગ અલગ ટીમો બનાવીને પરીણામલક્ષી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત એન.એ.ડાભી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, સ્ટાફના માણસો પ્રોહીબિશન, જુગાર, ગેરકાયદેસર હથિયાર, નાશતા ફરતા આરોપીઓ અંગે હકીકત મેળવવા, પરીણામલક્ષી કામગીરી કરવા દસાડા પોલીસ ટીમ સાથે પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન દસાડા-જૈનાબાદ હાઇવે આનંદ હોટલ પાસે આવતા ખાનગી રાહે બાતમી મળી કે ટાટા મોટર્સ કંપનીની 1815 LPT મોડલ ટ્રક ન- RJ-19-GH-9076 માં પાપડના પુંઠાના બોક્ષની આડમાં ગેર કાયદેસર પાસ પરમીટ વગર પરપ્રાંતીય ભારતીય બાનવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી શંખેશ્વર તરફથી જૈનાબાદ તરફ હેરાફેરી કરી નીકળશે. જેથી પોલીસે વોચ ગોઠવી ગાડી આવતા ચાલકની પુછપરછ કરતા અશોકકુમાર શંકરલાલ સોઢા અને તીલોકચન્દ પેમારામ બાંબુ બંને રાજસ્થાન વાળાની ગાડીની અંદર જોતા પાપડના પુંઠાના બોક્ષની આડમાં ગેર કાયદેસર પાસ પરમીટ વગર પરપ્રાંતીય ભારતીય બનાવટની વિદેશી દારૂ જેમા old monk matured XXX deluxe Rum very old vatted કંપની 750 મીલી ૧૨૦ બોટલ કિંમત રૂ-૭૮.૯૬૦/-, McDowell’s Not CELEBRATION Xxx RUM લખેલ કંપની લેબલ શીલ વાળી કાચની ૭૫૦ મીલીની ૧૮૦ બોટલો કિંમત રૂ.૯૮,૪૬૦/-, green label the rich blend whisky, લખેલ કંપની લેબલ શીલ વાળી કાચની ૭૫૦ મીલીની ૩૩૬ બોટલો કિંમત રૂ.૨,૧૫૩૭૬/-, 8PM SPECIAL RARE WHISKY, કંપની શીલબંધ કાચની ૭૫૦ મીલીની ૫૭૬ બોટલો કિંમત રૂ.૩,૨૭,૧૬૮/-, 8PM SPECIAL RARE WHISKY, કંપનીની ૩૭૫ મીલીની ૧૨૦૦ કિંમત રૂ.૩,૩૭,૨૦૦/-, McDowell’s Not CELEBRATION xxx RUM કંપની ૩૭૫ મીલીની ૩૮૪ બોટલો કિંમત રૂ.૧,૦૬,૩૬૮/- , 8PM SPECIAL RARE WHISKY, કંપની શીલબંધ કાચની ૧૮૦ મીલીના ચપલા ૨૪૦૦ નંગ કિંમત રૂ.૩,૬૦,૦૦૦/-, KINGFISHER ૪૩૨ બીયર ટીન કિંમત રૂ.૫૪,૦૦૦/- મળી કુલ ૧૫,૭૭,૫૩૨/- તથા નો દારૂ તથા અન્ન ફ્રુટ ટકાટક રાઇસ પાપડના ૧૧૮ નંગ બોક્ષ કિંમત રૂ-૧,૧૮,૦૦૦/-, ટાટા મોટર્સ કંપનીની 1815 LPT મોડલની ગાડી નં-RJ-19-GH-9076 જેની કિંમત રૂ.૧૦,૦૦,૦૦૦/-, બે મોબાઇલ ફોન કિંમત રૂ. ૧૦,૦૦૦/- મળી કુલ ૨૭,૦૫,૫૩૨/- ના મુદામાલ સાથે વિદેશી દારૂની હેરાફેરી કરતા પકડી પાડયા છે. તેમજ દારૂનો જથ્થો આરોપી સુભાષભાઇ બીશ્નોઇ (રાજસ્થાન) વાળાએ ભરી આપ્યો હતો અને દારૂનો જથ્થો મંગાવનાર ભરત ખોડુભા ગઢવી રહે.ખોડાસર, ભચાવ કચ્છ વાળા હાજર મળી નહિ આવતા દસાડા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

દસાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર એન.એ.ડાભી, પ્રો.પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.જે. માલવીયા, એ.એસ.આઇ. હમીરભાઇ કરશનભાઇ સોલંકી, પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ મહેન્દ્રસિંહ નકુમ, મહિપતભાઇ શંકરભાઇ મકવાણા, ભરતભાઈ કાનજીભાઈ મેમકીયા, પોલીસ કોન્સ્ટેબલ નિલેષભાઈ બાવાભાઇ રથવી સહિતની ટીમ દ્વારા પ્રોહીબિશનનો સફળ કેસ શોધી કાઢવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!