સુરેન્દ્રનગરના પાટડીમાં પોલીસ સ્ટેશન બહાર ન્યાય માટે ધરણાં કરવામાં આવી રહ્યા છે.બે સફાઈ કામદાર યુવકોના ગેસ વળતરને કારણે મૃત્યુ થયા હતા.જેમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસ દ્વારા હજુ સુધી નક્કર કાર્યવાહિ કરવામાં નહિ આવતી હોવાના આક્ષેપ સાથે પરિવારજનો દ્વારા ધરણાં કરવામાં આવ્યા છે.ત્યારે પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે એક આરોપીને પકડી પાડયો છે.જ્યારે અન્ય બે ની શોધખોળ હાથ ધરવા ટીમો બનાવી કામગીરી હાથ ધરાઇ છે.
સુરેન્દ્રનગરના પાટડીમાં પોલીસ મથકની બહાર ન્યાય માટે ધરણાં કરવામાં આવી રહયા છે. તા. 21 જાન્યુઆરીના રોજ બે સફાઈ કામદાર યુવકોના ગેસ ગળતરથી મોત થયા હતા.જે મામલામાં પરિવારોએ મનપાના ચીફ ઓફિસર મોસમ પટેલ અને સેનેટરી ઇન્સ્પેકટર હર્ષદભાઈ સહિતના આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પરિવારનો આરોપ છે જે નગર પાલીકાના પૂર્વ પ્રમુખ સહિત ત્રણ લોકો ફરિયાદ પાછી ખેંચવા સતત દબાણ કરી રહ્યા છે. પોલીસ પણ નક્કર કાર્યવાહી નથી કરી રહી. ત્યારે મૃતક ચિરાગ પાટડિયા અને જયેશ પાટડિયાના પરિવારજનો ન્યાય માટે પોલીસ સ્ટેશનની બહાર ધરણાં કરી રહ્યા છે. જ્યાં સુધી નક્કર કાર્યવાહિ નહિ થાય ત્યાં સુધી ધરણાં ચાલુ રાખવાની ચીમકી પણ પરિવાર દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ત્યારે સમગ્ર બનાવને લઈને પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે ફરિયાદી બળદેવભાઈ ગઈ કાલે ફરિયાદ આપી કે પોતાના સંબંધી ભોગ બનનાર ચિરાગભાઈ જયેશભાઇને પાટડી નગર પાલિકાના પૂર્વ ધારાસભ્ય મૌલેશભાઈ પરિઘ તથા ચેતનભાઈ શેઠે પાટડી નગર પાલિકા ખાતે રવિવારે બોલાવી કેસ પાછો ખેંચી લેવા ધાક ધમકી તેમજ માનસિક ત્રાસ આપે છે.જેને લઇને ગઈ કાલે રાત્રિથી બળદેવભાઈ પાટડિયા પાટડી પોલીસ સ્ટેશન બહાર ધરણાં પર બેઠા હતા.જેને લઇને આજરોજ ભોગ બનનાર બંને ઇસમોના માતા પિતાના નિવેદન લેતા તેમણે જણાવ્યું હતું કે અમને કોઈ પણ નગર પાલીકાના પૂર્વ પ્રમુખ કે સદસ્યએ ધાક ધમકી આપી નથી કે માનસિક ત્રાસ આપ્યો નથી તેથી અમારે કોઈ પોલીસ કાર્યવાહિ કરવી નથી તેમ જણાવ્યું હતું.જેથી બળદેવ ભાઈને બોલાવી હકીકતથી વાકેફ કરતાં તેમણે પોતાના ધરણાં સંકેલી લીધા હતા અને હાલ કોઈ ધરણાં ચાલુ નથી તેમ પોલીસે જણાવ્યું છે.