રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરડાતા રાજ્ય પોલીસ વડાએ ૧૦૦ કલાકમાં અસામાજિક તત્વોની યાદી બનાવી કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જે અનુસંધાને મણીપુર અને નાગાલેન્ડ રાજયમાંથી શંકાસ્પદ રીતે હથીયાર અંગેના પરવાના મેળવતા કુલ-૨૧ ઇસમો પાસેથી કુલ હથીયાર નંગ-૨૫ કિંમત રૂ.૨૫,૦૦,૦૦૦/-નો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી એસ.ઓ.જી.સુરેન્દ્રનગર દ્વારા હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, વિકાસ સહાય (IPS) પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્યની અસમાજીક તત્વો વિરૂધ્ધ ૧૦૦ કલાક કામગીરી ઝુબેશ હેઠળ, અશોકકુમાર યાદવ (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગની સુચના માર્ગદર્શન હેઠળ ડૉ.ગીરીશ પંડયા (IPS) નાયબ પોલીસ મહાનિરીક્ષક સુરેન્દ્રનગરે સુરેન્દ્રનગર જીલ્લામાં ગેર કાયદેસર હથીયારો રાખનાર ઇસમો શોધી કાઢી હથીયારધારાના વધુમાં વધુમાં કેશો કરવા તેમજ ગેર કાયદેસર હથીયારો મોટા ભાગે બહારના જીલ્લા કે રાજ્યમાંથી આવતા હોય જે અંગે એક રેકેટ ચાલતુ હોય જે રેકેટનો પર્દાફાશ કરવા માટે સુચના અને માગૅદશૅન આપ્યું હતું. જે સુચના અને માર્ગદર્શન આધારે PI બી.એચ.શીંગરખીયાએ બાતમી મેળવેલ કે, સુરેન્દ્રનગર જીલ્લામાં અમુક ઇસમો જેમના વિરૂધ્ધ સુરેન્દ્રનગર જીલ્લામાં તથા આજુબાજુના જીલ્લામાં ગુનાઓ દાખલ થયા છે. અને આવા ઇસમોને સુરેન્દ્રનગર જીલ્લામાંથી જીલ્લા કલેકટર તથા ગુજરાત રાજ્યમાંથી હથીયાર લાઇસન્સ મળવાની સંભાવના ઓછી હોય તેમજ જેઓને હથીયાર રાખવા માટે લાઇસન્સ મળેલ ન હોય અથવા તેવા ઇસમો બહારના રાજ્યમાંથી જેમા ખાસ કરીને મણીપુર અને નાગાલેન્ડ જેવા રાજ્યમાંથી એજન્ટો થકી ઓલ ઈન્ડીયા પરમીટ મેળવેલાની હકિક્ત મળી હતી. જે શંકાસ્પદ જણાઇ આવતા જે બાબતે નાયબ પોલીસ મહાનિરીક્ષક સુરેન્દ્રનગરની મંજુરી આધારે હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સોર્સીસ આધારે સુરેન્દ્રનગર જીલ્લાના કુલ-૨૧ ઇસમોએ મણીપુર અને નાગાલેન્ડ રાજયમાંથી ગુજરાત રાજયના તથા મણીપુર અને નાગાલેન્ડ તથા હરીયાણાના એજન્ટ મારફતે હથીયાર ધારા અંગેના પરવાના મેળવી કુલ-૨૫ હથીયારો જેમાં પિસ્ટલ-૫, રીવોલ્વર-૧૨, બારાબોર-૮ મેળવેલાની હકીકત સામે આવી હતી. જે તમામ ઇસમોને સુરેન્દ્રનગર એસ.ઓ.જી.કચેરીએ લાવી તેઓની પુછપરછ કરતા તેઓએ મણીપુર, નાગાલેન્ડ ખાતેથી મુકેશભાઇ ભરવાડ રહે.મુળ વાકાનેર, છેલાભાઇ વેલાભાઇ ભરવાડ રહે, મુળ દરોદ સુરેન્દ્રનગર, શોકતઅલી રહે. હરીયાણાવાળાઓ મારફતે હથીયાર અંગે પરવાના મેળવેલાની તથા તે પરવાના આધારે ગુજરાત રાજ્ય તથા અન્ય રાજ્યમાંથી હથીયાર ખરીદી કરેલાની કબુલાત આપી હતી. જે શંકાસ્પદ પરવાના બાબતે ઉંડાણપુર્વક તપાસ કરવા માટે હથીયારો તથા પરવાના કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ઉમેશભાઈ ઉર્ફે બાબુભાઇ ડાયાભાઇ આલને રિવોલ્વર કિંમત રૂ. ૧,૫૦,૦૦૦, કેવલભાઈ રમેશભાઈ કલેતાને પિસ્ટલ ૧,૫૦,૦૦૦, બશોકભાઈ રમેશભાઈ કલોતારાને પિસ્ટલ ૧,૫૦,૦૦૦, ફરીભાઇ ચોથાભાઇ બાંભા પીસ્ટલ ૧,૦૦,૦૦૦, બારાબોર ૫૦,૦૦૦, સખમણભાઇ ઉર્ફે બકાભાઈ ચોથાભાઇ બાંભા રિવોલ્વર કિંમત રૂ. ૧,૫૦,૦૦૦, હરીભાઈ રણુભાઈ જોગરાણાને રિવોલ્વર કિંમત રૂ. ૧,૫૦,૦૦૦, રૂપાભાઇ ખોડાભાઇ જોગરાણાને રિવોલ્વર કિંમત રૂ. ૧,૫૦,૦૦૦,મથુરભાઇ લક્ષ્મણભાઇ સોડલાને રિવોલ્વર ૧,૦૦,૦૦૦ અને બારાબોર કિંમત રૂ. ૫૦,૦૦૦, નથુભાઇ કાળાભાઈ બાંભાને રિવોલ્વર ૧,૦૦,૦૦૦ અને બારાબોર કિંમત રૂ. ૫૦,૦૦૦, દિગેશભાઈ કરશનભાઈ સંભાડને રિવોલ્વર ૧,૦૦,૦૦૦, વરજાંગભાઇ હનુભાઇ મીરને રિવોલ્વર ૧,૦૦,૦૦૦ અને બારાબોર કિંમત રૂ. ૫૦,૦૦૦, ભરતભાઈ રમેશભાઈ અલગોતરને રિવોલ્વર ૧,૦૦,૦૦૦, રાહુલભાઇ જાગાભાઇ અલગોતરને રિવોલ્વર ૧,૫૦,૦૦૦ અને બારાબોર કિંમત રૂ.૮૦,૦૦૦, ગોપાલભાઇ હિરસાઇ જોગરાણાને રિવોલ્વર ૧,૦૦,૦૦૦ અને બારાબોર કિંમત રૂ. ૫૦,૦૦૦, ગભરૂભાઈ ઉર્ફે મોગલ સંગશમભાઇ સાબડ, રિવોલ્વર ૧,૦૦,૦૦૦, લીંબાભાઇ ભોટાભાઇ સરૈયાને રિવોલ્વર ૧,૦૦,૦૦૦ અને બારાબોર કિંમત રૂ. ૫૦,૦૦૦, ટમેશભાઇ કુવરાભાઈ વરૂને રિવોલ્વર ૧,૦૦,૦૦૦ અને બારાબોર કિંમત રૂ. ૭૦,૦૦૦ જ્યારે ગણપતભાઈ વિઠ્ઠલભાઇ અલગોતર, જયેશભાઇ વિઠ્ઠલભાઇ અલગોતર, લાલાભાઈ વિઠ્ઠલભાઇ અલગોતર અને હિરાભાઇ વિઠ્ઠલભાઇ અલગોતરે હથિયાર લીધા નથી. જે ઇસમો માંથી કુલ-૧૭ ઇસમોએ હથીયાર પરવાના તથા હથીયાર મેળવેલ છે. જેમાંથી ૧૪ ઇસમો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તથા ત્રણ ઇસમોની તપાસ ચાલુ છે. ચાર ઇસમોએ હથીયાર પરવાનો મેળવેલ છે પરંતુ હથીયાર ખરીદેલ નથી. જે પૈકી એક ઇસમ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં કુલ ૨૫ હથિયારો કબ્જે કરી કુલ ૨૫,૦૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ આ ઇસમોએ નાગાલેન્ડ તથા મણીપુર ખાતેથી હથીયાર પરવાના મેળવેલ હોય જે બાબતે એસ.ઓ.જી. PSI એન.એ.રાયમા ટીમ સાથે નાગાલેન્ડ તથા મણીપુર ખાતે પહોંચી વધુ તપાસ ચલાવી રહયા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોઇ ગેરકાયદેસર હથીયાર મણીપુર, નાગાલેન્ડ, જમ્મુ-કાશ્મીર કે અન્ય રાજયમાંથી લઇને આવ્યા હોય ગેર કાયદેસર રીતે હથીયાર/દેશી તમંચો/કો/પીસ્ટલ વિગેરે રાખેલ હોય તેવા કોઇએ સોશીયલ મીડીયા ઉપર હથીયાર સાથેના ફોટો કે રીલ્સ અપલોડ કરી હોય અથવા કોઇ ગેર કાયદેસર કે શંકાસ્પદ હથીયાર ધારણ કર્યાનું જણાય આવે તો માહીતી નજીકના પોલીસ સ્ટેશન તથા એસ.ઓ.જી.શાખા સુરેન્દ્રનગરને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે જે માટે મોબાઇલ નં. ૬૩૫૯૬ ૨૬૧૭૫ ઇમેલ – [email protected] જાહેર કરવામાં આવ્યું છે. તેમજ નામ આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે…
જેમાં PI બી.એચ.શીંગરખીયા, PSI એન.એ.રાયમા, PSI આર.જે.ગોહિલ, ASI અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ ઝાલા, HC અશ્વિનભાઇ ઠારણભાઇ, HC અરવિંદસિંહ દિલુભા ઝાલા, HC અમરકુમાર કનુભા ગઢવી, HC અનિરૂધ્ધસિંહ અભેસંગભા ખેર, HC જગમાલભાઈ અંબારામભાઈ મેટાલીયા, PC અનિરૂધ્ધસિંહ ભરતસિંહ ઝાલા, PC મહાવિરસિંહ જોરુભા રાઠોડ, PC મુનાભાઇ નાનજીભાઇ રાઠોડ, PC રવિરાજભાઇ મેરૂભાઇ ખાચર, PC અશ્વિનભાઇ કરશનભાઇ વાઘેલા, PC નિતીનભાઈ હરેશભાઈ ગોહિલ, PC બલભદ્રસિંહ નરેન્દ્રસિંહ રાણા, WUPC રૂપાબેન રસિકકુમાર જાની, WUPC ભાવિકાબેન નરોત્તમભાઇ સાકરીયા દ્વારા કામગીરી કરવામાં આવી હતી.