તાલુકા પોલીસે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી ૩૦૯ બોટલ કબ્જે કરી
મોરબીના પીપળી ગામની સીમમાં આવેલ માનસધામ સિસયાતીમાં ભાડાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરવાની મળેલ બાતમીને આધારે તાલુકા પોલીસ મથક ટીમે રહેણાંક મકાનમાં રેઇડ કરી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની નાની-મોટી ૩૦૯ નંગ બોટલ ઝડપી લેવામાં આવી હતી. આ સાથે રાપર(કચ્છ)ના એક શખ્સની સ્તગલ ઉપરથી અટકાયત કરવામાં આવી તેની વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમી મળેલ કે તાલુકાના પીપળી ગામ નજીક મોરબી-જેતપર રોડ ઉપર માનસધામ સોસાયટીમાં આવેલ રહેણાંક ભાડેના મકાનમાં રાપર(કચ્છ)નો પીરાભાઈ બોહરીયા નામનો શખ્સ વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો હોય જે બાતમીને આધારે ઉપરોક્ત રહેણાંક મકાનમાં રેઇડ કરતા મકાનમાં આવેલ બાથરૂમમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી ૩૦૯ નંગ બોટલ જેની કિ.રૂ.૩૩,૭૮૦/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ સાથે આરોપી પીરાભાઈ જોધાભાઈ બોહરીયા ઉવ.૩૬ રહે.હાલ પીપળી માનસધામ સોસાયટી મૂળરહે.પાવર હાઉસ વિસ્તાર રાપર(કચ્છ)વાળાની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી છે. હાલ પોલીસે દરોડા દરમિયાન પકડાયેલ આરોપી સામે તાલુકા પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.