Saturday, October 5, 2024
HomeGujaratમોરબીના યમુનાનગર સોસાયટીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ બીયરના જથ્થા સાથે એકની અટક,...

મોરબીના યમુનાનગર સોસાયટીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ બીયરના જથ્થા સાથે એકની અટક, સપ્લાયરની શોધખોળ

એલસીબી ટીમે સપ્લયારના ઘરે રેઇડ કરતા વધારાનો દારૂ બીયરનો ૨૧૨ બોટલ,ટીનનો જથ્થો મળી આવ્યો

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબી એલસીબી પોલીસ ટીમને મળેલ બાતમીને આધારે મોરબીના યમુનાનગર સોસાયટી શેરી નં.૩ માં આવેલ રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની વાઇટ લેક વોડકાની ૧૮૦એમએલની ૪૭ બોટલ તેમજ પાવર બીયરના ૪૭ નંગ ટીનનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે આરોપી અમીત દીલીપભાઇ સારલા ઉવ-૨૧ રહે.મોરબી યમુનાનગર શેરી નં-૩ની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી છે. પોલીસની સઘન પૂછતાછમાં વિદેશી દારૂ બીયરનો જથ્થો વેચાણ કરવાના આશયથી આરોપી કેશુભાઇ રમેશભાઇ દેગામા(કોળી) રહે.મોરબી, લાભનગરથી આગળ, ધરમપુર રોડ, મફતીયાપરાવાળા પાસેથી મેળવ્યા હોવાની કબૂલાત આપતા તેને ફરાર દર્શાવી બંને આરોપીઓ સામે ગુનો નોંધી ફરાર આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઉપરોક્ત દરોડા દરમિયાન પકડાયેલ આરોપી અમિત સારલાની સપ્લાયરના નામની કબૂલાતના આધારે એલસીબી ટીમ દ્વારા સપ્લાયર આરોપી કેશુભાઈ દેગામાના ધરમપુર રોડ લાભનગર નજીક મફતીયાપરા સ્થિત રહેણાંકમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં એલસીબી પોલીસને વિદેશી દારૂની ૧૮૦એમએલની ૧૪૦ બોટલ તથા બીયરના ૭૨ ટીન મળી આવ્યા હતા જ્યારે આરોપી કેશુભાઈ દેગામા ત્યાં પણ હાજર મળી આવેલ ન હોય જેથી પોલીસે આરોપી કેશુભાઈ દેગામા વિરૂદ્ધ બીજો પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!