મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના જોખમી નાલા અને વોકળાનું સર્વે હાથ ધરાયું હતું. જેમાં કુલ ૧૧ નાલા/વોકળામાંથી ૫ ઉપર જરૂરી સુરક્ષા ફેન્સિંગ લગાવવાનું કામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે બાકી રહેલા સ્થાનોએ કામગીરી ચાલુ છે.
મોરબી મહાનગરપાલિકાની ડ્રેનેજ શાખા દ્વારા શહેરીજનોની સલામતીને ધ્યાને રાખીને શહેરની વિવિધ જગ્યાએ આવેલા જોખમી નાલા અને વોકળાનું તાજેતરમાં સર્વે હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્વેમાં કુલ ૧૧ નાલા-વોકળા એવી હાલતમાં જોવા મળ્યા કે જ્યાં જોખમ ઉભું થતું હતું. જેથી તાત્કાલિક પગ પાંચ નાલા/વોકળાના જોખમી ભાગ દૂર કરીને ત્યાં જરૂરી ફેન્સિંગની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તેમજ બાકી રહેલા નાલા/વોકળા પર કામગીરી હાલ ચાલુ છે અને તે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેમ યાદીમાં જણાવાયું છે.