રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવએ પ્રોહિબિશન જુગારની ગેર કાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસની ટીમે મોરબી તાલુકાના ટીંબડી પાટીયા પાસે, સહકાર ચેમ્બર્સમાં આવેલ “રાધે ક્રિષ્ના પાન એન્ડ હોટલ” નામની દુકાનમાંથી ગેરકાયદેસર નશીલી આર્યુવેદીક શીરપની બોટલો પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલાએ ગેરકાયદેસર નશીલા આર્યુવેદીક શીરપના વેંચાણ અંગેના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ હોય જે અનુસંધાને મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન મોરબી તાલુકાના ટીંબડી પાટીયા પાસે, સહકાર ચેમ્બર્સ પાસે પહોંચતા રાધે ક્રિષ્ના પાન એન્ડ હોટલ નામની દુકાનના દુકાનદાર કરશનભાઇ ભાયાભાઇ ઝાપડા (રહે. નવી ટીંબડી, તા.જી.મોરબી) પાસેથી ગેર કાયદેસર પાસ પરમીટ કે આધાર વગર નશીલી આર્યુવેદીક શીરપની કુલ ૩૮ બોટલનો રૂ.૫૭૦૦/- નો મુદ્દામાલ મળી આવતા શંકાસ્પદ ચીજવસ્તુ તરીકે સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.