ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ આયુર્વેદિક શીરપ ના નામે સરાજાહેર વેચાતી નશાકારક શિરપ ઝડપાવાના બનાવો સામે આવ્યા છે. ત્યારે ગઈકાલે મોરબીના કંડલા બાયપાસ ક્રિષ્ના હોટલના ગ્રાઉન્ડમા ક્રિષ્ના પાનના ગલ્લામાંથી શંકાસ્પદ નશાકારક શીરપનો જથ્થો મોરબી સીટી એ ડિવીઝન પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે ગઈકાલે બાતમીનાં આધારે મોરબી કંડલા બાયપાસ ક્રિષ્ના હોટલના ગ્રાઉન્ડમા ક્રિષ્ના પાનના ગલ્લામા રેઈડ કરી ભુદરભાઇ કરશનભાઇ પરમારે પોતાના કબ્જા ભોગવટા વાળી દુકાનમા આયુર્વેદિક શંકાસ્પદ કેફી પદાર્થની શીરપ બોટલો જેમાં Stone heal તથા 100 % Herbal SUNNINDRRA અંગ્રેજીમા લખેલ કંપનીની ૩૯ બોટલનો રૂ.૫૮૫૦/- નો મુદામાલ નિલેષભાઇ ગગુભાઇ ચાવડાએ કોઇ પણ જાતના આધાર પુરાવા વગર ગેર કાયદેસર રીતે વેચાણ કરવાના ઇરાદે આપી ભુદરભાઇ કરશનભાઇ પરમાર પાસેથી બોટલોનો મુદામાલ રાખી મળી આવતા બંને વિરુધ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.