મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ યુરિયા ખાતર નો જથ્થો ભરેલ આઇશર ટ્રક ઝડપી પાડયો છે સાથે જ ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી છે.હાલ આ તમામ મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે કબજે કરી કાર્યવાહી આરંભી છે.
મોરબી તાલુકા પોલીસ નો સ્ટાફ પેટ્રોલિંગ માં હતો તે દરમિયાન મોરબી તાલુકાના ટીંબડી ગામ પાસે શંકાસ્પદ આઇશર ટ્રક નંબર GJ 36 V 6984 ને ચેક કરતા જેમાંથી માર્કા વગરની બોરિ મળી આવી હતી ત્યારે આ બોરિમાં શું છે તે બાબતે પૂછતા ડ્રાઈવર જવાબ નહી દઈ શકતા અંગે બોરી ચેક કરવામાં આવી હતી જેમાં આ બોરી માં યુરિયા ખાતર ભરેલ હોવાનું જણાઈ આવેલ હતું.જે બાદ આ ખાતર માટે બિલ સહિતના કાગળો માંગતા ડ્રાઈવર પાસે આનો કોઈ આધાર પુરાવો ન હોવાથી પોલીસે 350 બોરીમાં રહેલ કુલ 16280 કિલો યુરિયા ખાતર જેની કિંમત રૂપિયા 97,680 સહિત તેમજ આઇશર ટ્રક મળી કુલ રૂપિયા 7,97,680 નો મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે કબજે કરી ડ્રાઈવર પ્રવીણભાઈ રણજીતભાઇ ઠાકોર(ઉ .૨૪,રહે વિલોચન નગર ઠાકોર વાસ,તા.સાણંદ) વાળા ઇસમની અટકાયત કરી હતી જોકે બાદમાં ડ્રાઈવર નો જામીન પર છુટકારો થયો હતો પરંતુ હાલ આ અંગે ખેતીવાડી નિયામક ને જાણ કરી છે અને આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા?કોને મોકલ્યો હતો? ક્યા લઈ જવાનો હતો?કોને આપવાનો હતો?તેમજ બોરીઓ પર કેમ કોઈ માર્કો નથી લગાવેલો?એવા અનેક સવાલોના જવાબ મેળવવા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.