Wednesday, January 22, 2025
HomeGujaratટંકારા ધારાસભ્યની ઉપસ્થિતિમાં ઓરપેટ કન્યા વિદ્યાલય- ટંકારા ખાતે SVS કક્ષાના બાળ વિજ્ઞાન...

ટંકારા ધારાસભ્યની ઉપસ્થિતિમાં ઓરપેટ કન્યા વિદ્યાલય- ટંકારા ખાતે SVS કક્ષાના બાળ વિજ્ઞાન મેળો યોજાયો

રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં ગણિત–વિજ્ઞાન જેવા અઘરા ગણાતા વિષયોમાં રસ- રુચી વધે, વિદ્યાર્થીઓમાં નવી વિચાર શક્તિ ખીલે તેમજ વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પુરૂ પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે અને નવું નવું જાણવા અને શીખવા મળે તે હેતુથી “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” નું શાળા વિકાસ સંકુલ કક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતું. ઓરપેટ કન્યા વિદ્યાલય- ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ- ટંકારાનુ ‘બાળ વિજ્ઞાન પ્રદર્શન-2024-25 નું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

ઓરપેટ કન્યા વિદ્યાલય- ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ- ટંકારાનુ ‘બાળ વિજ્ઞાન પ્રદર્શન-2024-25 નું તા. 30/09/2024 ને સોમવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ-ટંકારાના કન્વીન ભાવેશભાઈ કે. જીવાણીએ જણાવ્યુ હતું કે G.C.E.R.T. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ તરફથી વર્ષ 2024-25ના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં જુદા જુદા પાંચ વિભાગ રાખવામાં આવ્યા હતા. જેનો મુખ્ય વિષય Science and Technology for Sustainable Future હતો. જે અનુસંધાને તા. 30/09/2024 ના સોમવારના ઓરપેટ કન્યા વિદ્યાલય- ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ- ટંકારાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાંથી કુલ 24 કૃતિમાં કુલ 48 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. દરેક વિભાગમા ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર અને ઈનામ આપી પ્રોત્સાહિત કરી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં દરેક વિભાગમાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓની કૃતિ હવે પછી જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે. આ પ્રદર્શનમાં આચાર્ય એસ.એલ.ગોરીયા અને આચાર્ય એસ.બી.સદાતિયાએ નિર્ણાયક તરીકે સફળતા પૂર્વક અને પારદર્શક રીતે કામગીરી કરી હતી. આ પ્રદર્શન નિહાળવા માટે અલગ અલગ સ્કૂલના અંદાજે 1450 વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનના કાર્યક્રમમાં ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ઓરપેટ કન્યા વિદ્યાલયના કેમ્પસ ડાયરેક્ટર ગોપાલભાઈ રતનપર, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના પ્રતિનિધિ તરીકે પ્રવીણભાઈ અંબારિયા, સામાજીક કાર્યકર શૈલેષભાઈ પટેલ, મોરબી જીલ્લા આચાર્ય સંઘના પ્રખુખ સુરેશભાઈ સરસાવડીયા, ટંકારા તાલુકા સ્વ.નિર્ભર શાળામંડળના પ્રમુખ યોગેશભાઈ ઘેટીયા તથા પૂર્વ આચાર્ય એલ.વિ.કગથરા, ટંકાર તાલુકાના ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાના તમામ આચાર્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અને તેઓ દ્વારા વિજ્ઞાન પ્રદર્શનને રીબીન કાપી ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા ઓરપેટ કન્યા વિદ્યાલય -ટંકારાનાં સ્ટાફ મિત્રો અને તમામ શાળા પરિવાર દ્વારા કરવામાં આવી હતી.. જેઓ આ બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન અને જેઓ પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને અભીનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!