Saturday, October 12, 2024
HomeGujaratવલસાડ જિલ્લા પોલીસે ગરબા આયોજકોને આપી જરૂરી સૂચનાઓ

વલસાડ જિલ્લા પોલીસે ગરબા આયોજકોને આપી જરૂરી સૂચનાઓ

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા નવરાત્રી પર્વને લઇને ગરબા આયોજકોને અનેક જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે. જેમાં ગરબા સ્થળે સીસીટીવી કેમેરા, લાઇટની યોગ્ય વ્યવસ્થા, ફાયર એક્સ્ટીગ્યુઝર ની વ્યવસ્થા, જનરેટની વ્યવસ્થા, ઇમરજન્સી એક્ઝિટ, મેડિકલ ટીમ, વોલિન્ટિયર/ સિક્યુરિટી તેમજ પાર્કિંગ અને ટ્રાફિક નિયમન માટે યોગ્ય વ્યવસ્થા રાખવા સુચના આપવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા નવરાત્રી પર્વને લઇને ગરબા આયોજકોને અનેક જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે. જે સૂચનોનું ગરબા આયોજકોએ પાલન કરવાનું રહેશે તેમ જણાવવામાં આવ્યું છે. જેમાં ગરબા સ્થળે તેમજ પાર્કિંગ એરિયા માં CCTV કેમેરા લગાવવા, પાર્કિંગ સ્થળે તથા સ્થળ તરફ જવાના રસ્તે ઉપર લાઈટ વ્યવસ્થા રાખવી, આગથી બચવા ફાયર એક્સ્ટીંગ્યુઝર ની વ્યવસ્થા કરવી, ઇલેક્ટ્રિક પાવર બેકઅપ માટે જનરેટરની વ્યવસ્થા કરવી, ગરબા સ્થળે ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા ફરજિયાત કરવી, આપત્તિના સમયે જરૂરી એવી મેડિકલ ટીમ હાજર રાખવી, એન્ટ્રી તેમજ એક્ઝિટ ગેર ઉપર મહિલા તેમજ પુરુષ વોલિન્ટિઅર/ સિક્યુરિટી ગાર્ડ મૂકવા તેમજ પાર્કિંગ તથા ટ્રાફિક નિયમન માટે વોલિન્ટિઅર/ સિક્યુરિટી ગાર્ડ મૂકવા તેવી સૂચના આપવામાં આવી છે. તેમજ કોઈ પણ પ્રકારની મુશ્કેલી સર્જાય તો પોલીસ હેલ્પ લાઇન નંબર 100 અથવા મહિલા હેલ્પલાઇન નંબર 1091/181 પર ડાયલ કરી પોલીસની મદદ મેળવવા અપીલ કરવામાં આવી છે….

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!