પારંપરિક રમતોને પુનઃ જીવંત કરવાના પ્રયાસ સાથે ટંકારા તાલુકાના શ્રી ઓ. આર. ભાલોડીયા મહિલા કોલેજ ખાતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી નિમિત્તે ‘સ્વામી વિવેકાનંવ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીનીઓને પારંપરિક રમતો રમાડવામાં આવી હતી.
રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી નિમિત્તે ટંકારા તાલુકાના શ્રી ઓ. આર. ભાલોડીયા મહિલા કોલેજ ખાતે યોજાયેલ ‘સ્વામી વિવેકાનંવ’નો પ્રિન્સિપલ ડો. અતુલભાઈ મકાસણા અને સંયોજક નાથાલાલ ઢેઢી તાલુકા સંયોજક રાજ દેત્રોજા તથા નિલેશભાઈ પટણી અને શિક્ષકોના વરદ્હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં રસાખેજમાં 20 છોકરીઓએ ભાગ લીધેલો હતો. જેમાં મીરાબાઈ ટીમ વિજેતા થઈ હતી. જયારે લીંબુ ચમચીમાં 15 છોકરીઓએ ભાગ લીધો હતો. તેમાં પ્રથમ નંબર ઘોડાસરા રીતુબેન, ઢેઢી ચિત્રંગીબેન અને લંગડીમાં 15 છોકરીઓએ ભાગ લીધો હતો. તેમાં સંઘાણી યુક્તિબેન અને લખતરિયા કાજલબેન પ્રથમ નંબરે આવ્યા હતા. જયારે સંતોડિયુંમાં 12 છોકરીઓએ ભાગ લીધેલ હતો. તેમાં સીતા માતા ટીમ વિજેતા થઇ હતી. તેમજ સંગીત ખુરશીમાં 15 છોકરીઓએ ભાગ લીધેલ હતો તેમાં કારેટીયા પિયાબેન પ્રથમ નંબર આવેલ હતો. તેમજ સૈ કોઈ વિદ્યાર્થીઓએ રમત ઉત્સવનો આનંદ માન્યો હતો.