રાજ્ય સરકાર દ્વારા ૯ નવી મહાનગરપાલિકાઓની જાહેરાત કરવામાં આવી હતી જેમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ તમામ નવી મહાનગરપાલિકાઓમાં કમિશ્નરની નિમણૂક પણ કરી દેવામાં આવી છે.
ત્યારે મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે સ્વપ્નિલ ખરે ની નિમણૂક કરવામાં આવી છે જ્યારે હાલ નગરપાલિકા ના ચીફ ઓફિસર તરીકે રહેલા કુલદીપસિંહ વાળાને ડેપ્યુટી કમિશ્નર તરીકે નિમણૂક આપવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્યની અન્ય નવ મહાનગરપાલિકાની પોસ્ટિંગ જોવા જઈએ તો નડિયાદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે નિરાંત પરીખ, પોરબંદર મ્યુનિસિપલ કમિશ્નર તરીકે એચ જે પ્રજાપતિ, મહેસાણા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે રવિન્દ્ર ખટાલે, વાપી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે યોગેશ ચૌધરી સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કમિશ્નર તરીકે જીએચ સોલંકી આણંદ યુનિવર્સિટી કમિશ્નર તરીકે મિલિંદ બાપના, નવસારી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે દેવ ચૌધરી ગાંધીધામ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે એમપી પંડ્યા ની નિમણૂક કરી દેવામાં આવી છે સાથે સાથે મોરબીની વાત કરવા જઈએ તો મોરબી મહાનગરપાલિકામાં નગરપાલિકા વિસ્તાર સાથે શકત શનાળા,રવાપર,અમરેલી,લીલાપર ત્રાજપર,જવાહરનગર,ભળિયાદ,નાની વાવડી,માળિયા વનાળીયા વજેપર માધાપર અને ઇન્દિરા નગર સહિત ૧૨ ગ્રામ પંચાયતનો પણ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે.