ભારતભરમાં દિવાળીના તહેવારની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી દિવાળી આધ્યાત્મિક રીતે ‘અંધકાર પર પ્રકાશની જીત, અનિષ્ટ પર સારાની અને અજ્ઞાનતા પર જ્ઞાન’નું પ્રતીક છે. આ તહેવાર હિન્દુ કેલેન્ડર અનુસાર, કારતક મહિનાની અમાસના દિવસે આવે છે, જે વર્ષની સૌથી કાળી રાત હોય છે. દિવાળીના તહેવારો કુલ પાંચ દિવસ સુધી ચાલે છે, જે ધનતેરસથી શરૂ થાય છે અને ભાઈ બીજ સાથે સમાપ્ત થાય છે. ત્યારે ગઇકાલે મોરબી સિટી એ ડિવિજન પોલીસ સ્ટેશનની SHE TEAM દ્વારા જરુરીયાત મંદ લોકોને મીઠાઈ વિતરણ કરી દિવાળીના તહેવારની ઉજવણી કરાઈ હતી.