Sunday, December 29, 2024
HomeGujaratધર્મ અને સેવાનો સમન્વય:અમદાવાદની સામાજિક સંસ્થાને બંગાવડી ગામે રામામંડળ રમાડીને એકઠા કરેલ...

ધર્મ અને સેવાનો સમન્વય:અમદાવાદની સામાજિક સંસ્થાને બંગાવડી ગામે રામામંડળ રમાડીને એકઠા કરેલ ૪.૫૧ લાખનુ યોગદાન આપ્યું

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીને ટિફિન સેવા અને સહયોગ કરતી સદભાવના ટ્રસ્ટ માટે ટંકારાના બંગાવડી ગામે રામામંડળ યોજી ચાર લાખ એકાવન હજાર જેટલી એકત્રિત રકમ સેવામાં આપી સામાજીક સુખદુઃખના પ્રસંગે સહયોગ થવાનો કેડો કંડારયો

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના બંગાવડી ગામે મેંદપરા પરિવારના લાલજીભાઈ રૂગનાથભાઈ મેંદપરા, કિશનકુમાર લાલજીભાઈ મેંદપરા, ચંદ્રિકાબેન લાલજીભાઈ મેંદપરા, વૈશાલીબેન કિશનકુમાર મેંદપરાએ 4 માર્ચે રામામંડળ રમાડવા માટેનુ આયોજન કર્યું હતું જેમાં તેમણે એક ઉમદા વિચાર કર્યો કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ટિફિન સેવા આપતા સદભાવના સંકુલના લાભાર્થે આ રામામંડળમાં થતી એકત્રિત રકમ આપી સમાજ સેવાના કાર્યને પ્રોત્સાહન આપી અને પરીવારે આ વિચારને વધાવી લીધો હતો જેમાં. રામામંડળ દરમિયાન એકત્રિત ચાર લાખ એકાવન હજાર રકમ ટિફિન સેવા માટે આપી હતી.

છેલ્લા 14 વર્ષથી નિરંતર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સેવાના ભેખધારી કાંતિભાઈ કાસુન્દ્રા અને તેમના પત્ની ભાવનાબેન મોરબી જિલ્લા સહિતના કોઈપણ દાખલ દર્દીના હમદર્દ બની રીપોર્ટ, દાખલ થવુ, આર્થિક મદદ અને ખાસ કરીને ભાવતા ભોજનિયા ભરપેટ ઘરે બનાવી દૈનિક ટિફિન સેવા વિના મૂલ્યે આપે છે. ત્યારે મોરબી જિલ્લાના તમામ વર્ગના દર્દી આ સેવાનો લાભ મેળવતા હોય છે. આ ઉપરાંત હાલે 90 રૂમનુ એક બિલ્ડિંગ સિવિલ નજીક ઉભુ થઈ રહું છે જેની જમીન ખરીદી થઇ ગઇ છે જેમા પણ મોરબી સહિતના અન્ય વિસ્તારોમાંથી સિવિલમાં અભ્યાસ અર્થે આવતી દિકરીઓ માટે 20 રૂમ બનાવવાનું કાંતિલાલ નુ સ્વપ્ન છે કારણ કે આ દિકરી દિકરા ભવિષ્યમાં ડોક્ટર બની સેવાની ભાવના પ્રજ્વલિત થઈ શકે તો આવા ઉમદા કાર્ય માટે કાંતિલાલ કાસુન્દરા પરીવાર રાત દિવસ દર્દીના હમદર્દ બની સેવા આપી રહ્યા છે જે કાબિલે દાદ છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!