Monday, May 6, 2024
HomeGujaratપાંચ ખોવાયેલ મોબાઇલો શોધી મૂળ માલિકને પરત કરતી મોરબી સીટી બી ડીવીજન...

પાંચ ખોવાયેલ મોબાઇલો શોધી મૂળ માલિકને પરત કરતી મોરબી સીટી બી ડીવીજન પોલીસ

દરરોજ અનેક મોબાઈલ ખોવાઈ જતા હોય કે ચોરી થઈ જતા હોય છે. આવા મોબાઈલ મળવા મુશ્કેલ હોય છે. ઘણીવાર પોલીસ પણ ખોવાયેલા મોબાઈલની ફરિયાદ ન નોંધતી હોવાથી ખોવાયેલા મોબાઈલ લોકોને ભૂલી જવા પડે છે. પણ મોરબી બી ડિવિઝન પોલીસે આ બધી બાબતને ખોટી ઠેરવી શહેરમાં ગુમ થયેલા આશરે ૮૦,૦૦૦/- ની કિમતના ખોવાયેલ મોબાઇલો શોધી કાઢી મૂળ માલિકોને પરત કર્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીએ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનના પી.આઇ. પી.એ.દેકાવાડીયા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અરજદારોના ખોવાયેલ મોબાઇલ શોધી કાઢવા મોરબી સીટી બી ડીવીજન પોલીસના સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંધાને મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પ્રદીપસિંહ બહાદુરસિંહ ઝાલા તથા કિર્તિસિંહ બહાદુરસિંહએ ટેકનીકલ વર્ક આઉટ કરી સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી ૦૫ જેટલા આશરે ૮૦,૦૦૦/- ની કિમતના મોબાઇલો શોધી કાઢી, એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર સાર્થક કરી બતાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!