Wednesday, June 25, 2025
HomeGujaratબનાસકાંઠાના ટાકરવાડા ગ્રામ પંચાયતમાં દાખલા કાઢી આપવા લાંચ માંગનાર તલાટી કમ મંત્રી...

બનાસકાંઠાના ટાકરવાડા ગ્રામ પંચાયતમાં દાખલા કાઢી આપવા લાંચ માંગનાર તલાટી કમ મંત્રી રંગે હાથ ઝડપાયો

બનાસકાંઠાની ટાકરવાડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ મકાનની ચતુરશીમાના દાખલાની અવેજ પેટે રૂ.૪૦૦૦/-ની લાંચ માંગતા એ.સી.બી. એ ટ્રેપ ગોઠવી તલાટી કમ મંત્રીને લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, બનાસકાંઠાની ટાકરવાડા ગ્રામ પંચાયતમાં મકાન ધરાવતા ફરિયાદીના ભત્રીજાને મકાન ઉપર લોન લેવાની હોય જે લોન માટે ગામના રહેવાસીનો દાખલો તથા મકાનની ચતુરદિશાના દાખલાની જરૂરિયાત હોય જેથી ફરિયાદી તલાટી કમ મંત્રી મીનાબેન પરમાર પાસે ગયેલ જે દાખલો આપવાની અવેજ પેટે તલાટી કમ મંત્રીએ રૂપિયા ૪૦૦૦/-ની ગેરકાયદેસર લાંચ માંગતા ફરીયાદીએ બનાસકાંઠા એ.સી.બી.નો સંપર્ક કરી એ.સી.બી. એ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપી ફરિયાદી પાસેથી ટાકરવાડા ગ્રામ પંચાયત ખાતે લાંચ લેતા રંગેહાથ ઝડપાતા એ.સી.બી. એ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!