મોરબી જીલ્લાના હળવદ પોલીસ મથક છેલ્લા કેટલાક સમયથી ચાર્જ માં ચાલી રહેલ છે ત્યારે મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા લીવ રિઝર્વમાં રહેલ પીઆઈ કે.એમ. છાસિયાને હળવદ પોલીસ મથકમાં મૂકવામાં આવ્યા છે જેમાં છેલ્લા કેટલાક સમયથી હળવદ પોલીસ નથી ઇન્ચાર્જ પીઆઈના હવાલે હતું જેને લઇને હળવદ પોલીસ મથકમાં કાયમી પીઆઈ ને મૂકવાની હળવદ વાસીઓ ની પણ માંગ હતી જેના પર આજે મોરબી એસપી રાહુલ ત્રિપાઠી એ સત્તાવાર મ્હોર લગાવી છે.ઉલ્લેખનીય છે કે પીઆઈ કૃણાલ છાસિયા ખૂબ સારી સૂઝબૂઝ ધરાવે છે ત્યારે હળવદ પોલીસ મથકમાં પણ તેઓ ખૂબ જ સારી રીતે પોતાની ફરજ બજાવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.