Wednesday, January 15, 2025
HomeGujaratGUVNL મેનેજમેન્ટ અને જીબીયા વચ્ચેની મંત્રણા નિષ્ફળ : કર્મચારીઓ માસ સીએલ પર...

GUVNL મેનેજમેન્ટ અને જીબીયા વચ્ચેની મંત્રણા નિષ્ફળ : કર્મચારીઓ માસ સીએલ પર ઊતર્યા

વીજ કંપનીના એન્જિનીયરોના પ્રશ્નો ઉકેલ માટે અનેક વખત રજુઆત છતાં ઉકેલ નહી આવતા વિરોધનું બ્યુગલ ફુંક્યું છે. ત્યારે જીયુવીએનએલ મેનેજમેન્ટ અને જીબીયા વચ્ચે યોજાયેલ મંત્રણા પડી ભાગી છે. જેને કારણે આગામી આજ રોજ કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે અને આવતીકાલે તેઓ અચોક્કસ મુદ્દતની હડતાળ આરંભશે.

- Advertisement -
- Advertisement -

રાજ્યભરના ગ્રામ્ય તેમજ ઔદ્યોગિક એકમોમાં વીજ સપ્લાય પુરો પાડવાની સાથે સાથે વીજ ફોલ્ટ સર્જાય તો યુદ્ધના ધોરણે રિપેરીંગ કરીને લોકોને સારી સેવા આપતા જીઇબીના એન્જિનીયરોના પ્રશ્નો ઉકેલવા માટે રાજ્ય સરકાર પાસે સમય જ નહી મળતા એન્જિનીયરોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે તેઓના પ્રશ્નો મુદ્દે જીયુવીએનએલ મેનેજમેન્ટ સાથે મીટીંગ આયોજિત થઈ હતી. જેમાં મેનેજમેન્ટ તરફથી ડાયરેક્ટર (એડમીન) રવિશંકર સાહેબ, જેટકો એમડી ઉપેન્દ્ર પાંડે તેમજ જીયુવીએનએલ જનરલ મેનેજર (એચઆર) જે.ટી.રાય ઉપસ્થિત રહેલ. તેમજ જીબીયા તરફથી સેક્રેટરી જનરલ બી.એમ. શાહ, જેટકોના વીપી એચ.જી. વઘાસિયા, જેટકોના જી.એસ નીરવ બારોટ અને યુજીવીસીએલના જીએસ કૌશિક ચૌધરી હાજર રહેલ હતા. જે મિટિંગમાં સ્ટાફ સેટ અપ, હોટલાઈન એલાઉન્સ, બિન કાયદેસર ઓર્ડર રદ કરવા અને પર્ફોર્મન્સ બેઝડ ઇન્સેટિવ સ્કીમ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જે ચર્ચામાં મેનેજમેન્ટ તરફથી એક પણ પરિણામલક્ષી હકારાત્મક અભિગમ અપનાવવામાં આવેલ ન હતું. તેથી સંયુક્ત સંકલન સમિતિ દ્વારા આજ રોજ માસ સીએલ અને આવતીકાલે તા ૨૮/૬/૨૩ ના રોજ અચોક્કસ મુદ્દતની હડતાળ પાડવામાં આવશે. તેમજ આંદોલનમાં જીયુવીએનએલ સંલગ્નન કંપનીના સંયુક્ત સંકલન સમિતિના ૪૦,૦૦૦ કર્મચારીઓ જોડાશે, વધુમાં કોઈ પણ કર્મચારી અને અધિકારી પર જો કોઈ પગલા લેવામાં આવશે તો ના છૂટકે લાઈટનીંગ સ્ટ્રાઇક કરવાની ફરજ પડશે. તેમ GEB એન્જીનીયર્સ એસો. દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!