ખેલ મહાકુંભનો રાજ્યભરમાં પ્રારંભ થયો છે. ગુજરાત સરકારના રમત ગમત યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત ગુજરાતના તમામ જિલ્લાઓમાં ખેલ મહાકુંભ 2.0નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હળવદમાં પણ તાલુકા કક્ષાનાં ખેલ મહાકુંભનો સાંદિપની ઈંગ્લીશ સ્કૂલ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો છે.
હળવદની સાંદિપની ઈંગ્લીશ સ્કૂલ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાની સ્પર્ધાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, રસાખેંચ, ચેસ, યોગા, એથલેટીક્સ સહિતની તાલુકા કક્ષાની સ્પર્ધામાં રમતો યોજાશે. જેમાં હળવદ તાલુકાની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ અલગ અલગ રમતોમાં ભાગ લેશે. ત્યારે ગઈકાલથી પ્રારંભ થયેલા ખેલ મહાકુંભ આગામી તારીખ 21 જાન્યુઆરી સુધી ચાલશે. અને આ તાલુકા કક્ષાની સ્પર્ધામાં વિજેતા ટીમ મોરબી જિલ્લામાં પસંદગી પામશે. ત્યારે આ પ્રસંગે મોરબી તથા હળવદ રમત-ગમત અધિકારી, વિવિધ શાળાઓના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં વિદ્યાર્થીઓને રમત ગમતનું મહત્વ સમજાવીને પ્રોત્સાહિત કર્યા હતા અને જે રમતમાં ભાગ લીધેલો હોય તેમાં ખેલદીલીપૂર્વક રમત રમી આગળ વધે તેવી શુભકામના પાઠવી હતી. તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સાંદિપની ઇંગ્લિશ સ્કૂલના એમડી હિતેન સર તથા શૈલેષ સર તેમજ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.