Saturday, May 18, 2024
HomeGujaratવાંકાનેરમાં કાતિલ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો ઈસમ ઝડપાયો

વાંકાનેરમાં કાતિલ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો ઈસમ ઝડપાયો

એક તરફ ગુજરાતમાં ચાઈનીઝ દોરીના વેંચાણ પર પ્રતિબંધ છે છતાપણ છુપીરીતે આ ઘાતક દોરાનું વેંચાણ ચાલુ છે. જેને ડામવા ગઈકાલે વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી હતી. અને નવાપરાના નાકા પાસેથી એક ઈસમને પ્રતિબંધીત ચાઇનીઝ ફીરકીના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસની ટીમને ગઈકાલે બાતમી મળી હતી કે, નવાપરાના નાકા પાસે રોડ ઉપર ચાઈનીઝ દોરીનું વેચાણ કરાઈ રહ્યું હોવાની માહિતી પોલીસને મળતાં પોલીસ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. અને સ્થળેથી અનીલભાઈ રમેશભાઈ મકવાણા નામના શખ્સને રૂ.૬૫૦૦/-ની કિંમતનાં ૧૩ પ્રતિબંધીત ચાઇનીઝ ફીરકી (માંજો)ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!