આરોપીની બોટાદ જીલ્લાના ગ્રામ્યમાંથી અટક કરી ભોગ બનનારને તેના વાલીને સોંપી.
મોરબી તાલુકાના નીચી માંડલ ગામે ખેત મજૂરી કરતા પરિવારની સગીર વયની દીકરીને લગ્નની લાલચે, લાલચાબી ફોસલાવી અપહરણ કરીને ભગાડી જનાર આરોપીને મોરબી તાલુકા પોલીસ ટીમ દ્વારા હ્યુમન સોર્સ તેમજ ટેક્નિકલ વર્કને આધારે બોટાદ જીલ્લાના ગ્રામ્યમાંથી ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે ભોગ બનનાર દીકરીને તેના માતા-પિતાને સોંપી આપેલ હતી.
મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં આવેલ વળી વિસ્તારમાંથી ગઈ તા. તા.૦૧ ફેબ્રુઆરી ૨૦૨૫ ના ત્રણેક વાગ્યાના વચ્ચેના કોઇપણ સમયે આરોપી મૂળ મધ્યપ્રદેશનો વતની સિલદર ઉર્ફે સીરધાર ફરિયાદીની સગીર વય ધરાવતી દીકરીને લગ્નની લાલચે અપહરણ કરી ભગાડી ગયો હોવાની તાલુકા પોલીસ મથકમાં તા.૨૨ ફેબ્રુઆરીના રોજ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ઉપરોક્ત બનેલ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ, આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ભોગબનનારને શોધી કાઢવા તાલુકા પોલીસ મથક પીઆઇ એસ.કે.ચારેલ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ભોગબનનાર તથા આરોપી સિલદર ઉર્ફે સીરધારને શોધી કાઢવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને હેડ કોન્સ.ચંન્દ્રસિંહ કનુભાઇ પઢીયાર તથા કોન્સ. પ્રફુલભાઇ હરખાભાઇએ ટેકનિકલ વર્ક તથા હ્યુમન સોર્સથી માહિતી મેળવી ભોગબનનાર તથા આરોપીને દેવગણા ગામની સીમ તા.ધંધુકા જી. બોટાદથી શોધી કાઢી આરોપી સિલદર ઉર્ફે સીરધાર બોદરાભાઈ બધેલ હાલ રહે-નીચી માંડલની સીમ નરેન્દ્રભાઈ અંબારામભાઈ પારેજીયાના ખેતરમાં મુળરહે. હોલી ફળીયુ ઈન્દ્રસીંહ ચોકી ગામ તા.જી. અલીરાજપુર મધ્યપ્રદેશ વાળાની અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે ભોગબનનારને તેમના માતા-પિતાને સોપવામાં આવી છે.